Platform Ticket Price:  ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ફાઈનાન્સ મંત્રીએ રેલવેના મુસાફરોને મોટી રાહત આપી છે. બેઠક બાદ ફાઈનાન્સ મંત્રીએ જાહેરાત કરી કે, રેલવે પ્લેટફોર્મ ટિકિટના વેચાણ અને રિટાયરિંગ રુમ, વેઈટિંગ રૂમ, ક્લોક રૂમ સુવિધાઓ અને બેટરીથી ચાલતી કાર જેવી સુવિધાઓમાં હવે જીએસટીની છૂટછાટ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીએસટી બાદ આ કિંમત થશે 
હાલ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા છે. જીએસટી દાયરામાંથી બહાર થઈ જતા હવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત ઘટી જશે. હાલ પ્લેટફોર્મ ટિકિટ પર 5 ટકા જીએસટી લાગે છે. હવે તેની કિંમત 1 રૂપિયા ઘટી શકે છે. જોકે, રેલવેએ હજી સુધી પ્લેટફોર્મ ટિકિટની કિંમતના ઘટાડા વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આશા છે કે, જીએસટીમાંથી છૂટ મળ્યા બાદ પ્લેટફોર્મ ટિકિટની કિંમત ઓછી થઈ જશે. 


સત્ય સાબિત થઈ 34 વર્ષ જૂના Simpsons કાર્ટુનની ભવિષ્યવાણી, માછીમારને પાણીમા મળી વસ્તુ


પ્લેટફોર્મ ટિકિટની વેલ્યૂ
ઉલ્લેખનીય છેકે, કોઈ પણ વ્યક્તિ 10 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ લઈને આખો દિવસ પ્લેટફોર્મ પર રહી શક્તી નથી. પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે માત્ર 2 કલાકનો સમય વેલિડ રહે છે. મતલબ કે, જો તમે એકવાર ટિકિટ ખરીદી લો તો તમે 2 કલાક સુધી તેનો ઉપયોગ પ્લેટફોર્મ પર આવવા જવા માટે કરી શકો છો. 


નહિ તો દંડ વસૂલવામાં આવશે 
નોંધનીય છે કે જો કોઈ મુસાફર પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાનું ભૂલી જાય તો રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ઓછામાં ઓછો 250 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો યાત્રી પ્લેટફોર્મ ટિકિટ કે મુસાફરીની ટિકિટ વગર પ્લેટફોર્મ પર પકડાય છે, તો જે પ્લેટફોર્મ પરથી પેસેન્જર પકડાયો હોય અથવા જે ટ્રેન તે પ્લેટફોર્મ પર આવી હોય તે પ્લેટફોર્મ પરથી ઉપડેલી અગાઉની ટ્રેનનું ભાડું બમણું, નાણાકીય દંડ તરીકે વસૂલવામાં આવશે. 


નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયા