ચેન્નાઈ: પ્રિથી કીચન એપ્લાયન્સીસ ફૂડ કોન્સ્યુલેટ સાથે 18,818 કપ કેકથી 41.8 ફૂટના ટાવરની રચના કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશી છે. સાઉથ આફ્રિકન સંસ્થાનો 35 ફૂટના ટાવરનો વિક્રમ તોડ્યો છે. વિક્રમ તોડવાની આ ઘટના ચેન્નાઈના ફોરમ વિજયા મૉલમાં બની છે. આ ઘટનાનું સુંદર રીતે સંકલન કરીને આ બ્રાન્ડ તેના ડોમેઈનમાં પ્રભાવિત રહી છે. ફૂડ કોન્સ્યુલેટ તેના બેકીંગ અને પેસ્ટ્રી બનાવવાનો વર્ષોનો અનુભવ ધરાવતા નિષ્ણાંત શેફ સાથે આ કામગીરીમાં જોડાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ પ્રિથી તરફથી તેમનો કીચન એપ્લાયન્સીસના અનુભવ સાથે બેસ્ટ સેલર ઝોડીયાક  ગ્રાઈન્ડર મિક્સર સાથે આ કપ કેક બનાવવામાં જોડાઈ હતી. ફોરમ વિજયા મૉલમાં ટાવર ઉભો કરવાની પ્રક્રિયા અસરકારક અને કાર્યક્ષમ રીતે હાથ ધરાઈ હતી. આ બધા પ્રયાસોને અંતે કપ કેકના ટાવરનું નિર્માણ કરાયું હતું. આ ટાવર તૈયાર કરવામાં 42 કલાક અને 45 મિનિટ લાગી હતી. આટલુ મોટુ ટાવર બનાવવા માટે પ્રયાસ કરાયો હોવા છતાં મિક્સર ગ્રાઈન્ડરમાં કોઈ અવરોધ નડ્યો ન હતો અને દરેક વખતે મિક્સીંગ માટે સજ્જ રહેતા હતા.


પ્રિથી કીચન એપ્લાયન્સીસના એમડી, એસ. સુબ્રમણ્યન અને ફૂડ કોન્સ્યુલેટના ડિરેક્ટર એમ. મહંમદ અલીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. આ બધી કપ કેક શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને આપવામાં આવી હતી.હજુ થોડાક સમય પહેલાં જ પ્રિથી કીચન એપ્લાયન્સીસ દ્વારા સૌથી લાંબા મિક્સર- ગ્રાઈન્ડીંગ મેરેથોનમાં સતત 500 કિ.ગ્રા . ખીરૂ બનાવવામાં આવ્યું હતું. ભારતની આ બ્રાન્ડ દ્વારા હવે સૌથી ઉંચા કપ કેક ટાવરનો વધુ એક વિક્રમ સર્જવામાં આવ્યો છે.


ડિજીટલ ગુજરાત: હવે ઘરેબેઠા ઓનલાઇન ભરી શકાશે સ્ટેમ્પ ડ્યૂટી


એસ. સુબ્રમણ્યન જણાવે છે કે "વર્ષનો પ્રારંભ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડથી કરાયો તે અમારા માટે ગૌરવની વાત છે. આ 41.80 ફૂટનું ટાવર અમારા અર્થપૂર્ણ ઈનોવેશન અને ઉત્તમ ગુણવત્તા તથા તેના વર્ગમાં ઉત્તમ સર્વિસની સાક્ષી પૂરે છે. આ રેકર્ડ પ્રિથીની સુપિરિયર ક્વોલિટી અને ટકાઉપણાનો પરિચય કરાવે છે. કપ કેક ટાવર ચેલેન્જ એ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને અમારો પરિશ્રમ સાકાર થયો છે."


[[{"fid":"200343","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"index","field_file_image_title_text[und][0][value]":"index"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"index","field_file_image_title_text[und][0][value]":"index"}},"link_text":false,"attributes":{"alt":"index","title":"index","class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રિથી ઝોડીયાક મિક્સર ગ્રાઈન્ડર અંગે વાત કરતાં પ્રિથી કીચન એપ્લાયન્સીસના જનરલ મેનેજર માર્કેટીંગ, શ્વેતાસાગર જી. જણાવે છે કે "લોકો  જ્યારે વિશ્વની સંસ્કૃતિ અને આહારને અપનાવતા થયા છે ત્યારે અમારા માટે લોકોની સ્વાદ ગ્રંથીઓ સંતોષાય તેવી પ્રોડક્ટસ આપવાનું મહત્વનું બની રહે છે. થોડાક વર્ષ પહેલાં કોણે કલ્પના કરી હતી કે મિક્સર-ગ્રાઈન્ડરથી કપ કેકનું મિશ્રણ બનાવી શકાશે! આ ઘટનાથી એ પૂરવાર થયું છે કે અમારી પ્રોડક્ટ તમામ પ્રકારની વાનગીઓ માટે સફળતાપૂર્વક સજ્જ છે."


બેરોજગારી મુદ્દે મોદી સરકાર માટે સારા સમાચાર, 15 મહિનામાં 73 લાખ લોકોને મળશે નોકરી


ફૂડ કોન્સ્યુલેટના ડિરેક્ટર એમ. મહંમદ અલીએ જણાવ્યું હતું કે "150 સભ્યોની ટીમે અપાર મહેનત કરીને રાત દિવસની કામગીરી પછી આ પડકાર સફળતાપૂર્વક પાર કર્યો છે. બે મહિનાના સઘન આયોજન પછી આ પરિણામ શક્ય બન્યું છે. અમારા નિષ્ણાંત શેફ ચોકસાઈપૂર્વક આ પ્રક્રિયા હાથ ધરીને સામગ્રીથી માંડીને કેક તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર ધ્યાન આપી રહ્યા હતા અને ઓછામાં ઓછા સમયમાં કામગીરી પૂર્ણ થાય તેનું ધ્યાન રાખ્યું હતું. આ કામગીરી કપરી હતી, પણ અમને એમાં આનંદ આવ્યો છે. પ્રિથી ઝોડિયાક અમને ખૂબ જ મદદગાર નિવડી છે. તેના કારણે અમે આ પ્રક્રિયા ઝડપ અને આસાનીથી પૂર્ણ કરી શક્યા છીએ. આ એક જંગી ટીમ વર્ક હતું. આ કામગીરીમાં સંકળાયેલા તમામનો તેમના સહયોગ બદલ આભાર માનું છું."


આ પ્રસંગ અંગે વાત કરતાં ફોરમ વિજયા મૉલના જનરલ મેનેજર ઉમેશ ઐયર જણાવે છે કે "અમે આ પ્રતિષ્ઠીત સમારંભનો હિસ્સો બનવાનું ગૌરવ અનુભવીએ છીએ. આ એક રોમાંચક અનુભવ હતો અને ઉત્સાહી ટીમે આ ટાવર બનાવવાની કામગીરી કરી છે. અહિંયા ખરીદી કરનારનો જે મહેરામણ ઉમટ્યો હતો તેમણે આ પ્રયાસને પ્રોત્સાહિત કર્યો હતો."