નવી દિલ્લીઃ ચૂંટણી પહેલાં દર વખતે અધિકારીઓની બદલીઓ થતી હોય છે. નિયમાનુસાર ચૂંટણી પહેલાં અધિકારીઓને બદલી આવશ્યક હોય છે. કારણકે, ચૂંટણીમાં અધિકારીઓ દ્વારા જેતે સરકારની ફેવરનો કોઈ પ્રશ્ન સામે ન આવે તે આશયથી અધિકારીઓની બદલતી કરવામાં આવતી હોય છે. ત્યારે આવખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. જોકે, તેમ છતાં અધિકારીઓની બદલી કરવામાં આવી નથી. આને કારણે અનેક સવાલો ખડા થાય છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને ફટકાર લગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ચૂંટણી પંચે આ અંગે ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને રાજ્યના DGP આશિષ ભાટિયા પાસે જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે આ બન્ને ઉચ્ચ અધિકારીઓ પાસે બદલીની પ્રક્રિયામાં વિલંબ માટેનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છેકે, ચૂંટણીઓ પહેલાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવતી હોય છે. જોકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાતને હવે ગણતરીના જ દિવસો બાકી છે તેમ છતાં હજુ સુધી આઈએએસ અને આઈપીએસ બેડામાં બદલીઓ કરવામાં નથી આવી તેના કારણે ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી છે. 


આ મુદ્દે ચૂંટણી પંચે જવાબદાર વિભાગોના વડાઓની ઝાટકણી કાઢી છે અને ત્વરિત આ બદલી પ્રક્રિયા પુરી કરવા માટે પણ આદેશ કર્યો છે. ચૂંટણી પંચે મુખ્ય સચિવ અને ડીજીપી, ગુજરાતને પત્ર લખીને રાજ્યમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના આયોજન સાથે સીધા સંકળાયેલા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત અનુપાલન અહેવાલો કેમ પ્રાપ્ત થયા નથી તે અંગે સ્પષ્ટતાની માંગી છે.