Gujarat Vs Delhi Model: ભાજપ ડેલિગેશનને ગમ્યું નહી કેજરીવાલનું કામ, મહોલ્લા ક્લિનિકમાં મેડિસિનના નામે માત્ર પેરાસિટામોલ...વધુ આવતીકાલે
પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા તથા ગુજરાતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા રમણ લાલ વોરાએ ઘણી સ્કૂલો અને મહોલ્લા ક્લિનિકની મુલાકાત કરી છે. કાલે પણ અમારી તપાસ ચાલુ રહેશે. ત્યારબાદ અમે મીડિયા સાથે વાતચીત કરી દિલ્હી મોડલની હકિકતને રજૂ કરીશું.
બલરામ પાંડેય/દિલ્હી: ગુજરાત ભાજપ ડેલિગેશનની સાથે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને નેતા પ્રતિપક્ષ રામવીર સિંહ બિઘૂડીએ બેસીને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા તથા ગુજરાતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા રમણ લાલ વોરાએ ઘણી સ્કૂલો અને મહોલ્લા ક્લિનિકની મુલાકાત કરી છે. કાલે પણ અમારી તપાસ ચાલુ રહેશે. ત્યારબાદ અમે મીડિયા સાથે વાતચીત કરી દિલ્હી મોડલની હકિકતને રજૂ કરીશું.
દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પ્રતિનિધિમંડળ સાથે બેઠક કર્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે જે પ્રકારે કેજરીવાલ સરકાર બીજા રાજ્યોમાં જઇને દિલ્હી મોડલનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેની હકીકત શું છે? અહીં જાણવા માટે ગુજરાત બીજેપી ડેલિગેશન દિલ્હી પહોંચ્યું છે.
મહોલ્લા ક્લિનિકમાં દવાના નામે ફક્ત પેરાસિટામોલ
આ ડેલિગેશન આવતીકાલે મીડિયા સાથે રૂબરૂ થઇને દિલ્હી મોડલની હકીકત સામે રાખશે કે દિલ્હીની સ્કૂલોની કેવી બદ્દતર સ્થિતિ છે. કયા પ્રકારે મહોલ્લા ક્લિનિકમાં ફક્ત મેડિસિનના નામે પેરાસિટામોલ ટેબલેટ છે અને બીજું કશું જ નહી. આદેશ ગુપ્તાએ દિલ્હીની સ્કૂલોની હકિકત પણ જોવા મળી જેની તસવીર બતાવીને કેજરીવાલ જનતાને ગુમરાહ કરે છે.
નેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર લગાવી બેન, જાણો શું છે કારણ
ગુજરાત સાથે આવ્યું 17 નેતાઓનું ડેલિગેશન
તમને જણાવી દઇએ કે ડેલિગેશનમાં ભાજપ નેતાઓની સાથે મીડિયાના લોકો પણ છે, તો બીજી તરફ રાજકીય વિશ્લેષક પણ છે જે આ હકિકતને જોઇને દિલ્લીવાસીઓને ગુજરાતવાસીઓને જ નહી પરંતુ દિલ્હીના લોકોને દિલ્હી મોડલની હકિકત જણાવશે. ગુજરાતથી 17 નેતાઓનું ડેલિગેશન કેજરીવાલના દિલ્હી મોડલની હકિકત જોવા આવ્યા છે.
આવતીકાલે જનતાને જણાવશે દિલ્હી મોડલ
ડેલિગેશનમાં સામેલ ગુજરાતના પૂર્વ મંત્રી તથા સ્પીકર રમણલાલ વોરાએ કહ્યું કે 17 સભ્યોનું ડેલિગેશન ગુજરાતથી દિલ્હી આવ્યું છે જે દિલ્હી સરકારના કામકાજને જોઇ રહ્યું છે સમજી રહ્યું છે. અમે ઘણી સ્કૂલોમાં ગયા મહોલ્લા ક્લિનિક્સમાં ગયા ત્યાંની હકિકતને પણ જોઇ અને સમજ્યા. અમે આવતીકાલે પણ સ્કૂલોની પણ મુલાકાત લઇશું અને મહોલ્લા ક્લિનિકમાં પણ જઇશું અને ત્યારબાદ અમે મીડિયા સામે સચ્ચાઇ બતાવીશું.
કેજરીવાલ મોડલ ઝૂઠનું પોટલું
ગુજરાતના ડેલિગેશન દિલ્હી પહોંચતા સ્વાગત માટે દિલ્હી પ્રદેશ ઉપાધ્યક્ષ રાજન તિવારીને લગાવવામાં આવ્યા છે. રાજન તિવારીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું કે આ ડેલિગેશન કેજરીવાલના ઝૂઠાણાને ઉઘાડા પાડવા આવ્યું છે, જે પ્રકારે કેજરીવાલ ટ્વિટરના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઝૂઠાણું પીરસે છે, તેની હકિકત ગુજરાતવાસીઓને બતાવવા માટે આ ડેલિગેશન આવ્યું છે.
સિસોદિયાના ટ્વીટ પર પલટવાર
મનીષ સિસોદિયાના એક ટ્વીટ પર રાજન તિવારીએ પલટવાર કરતાં કહ્યું કે ધારાસભ્યોના ડેલિગેશનના સ્વાગતમાં ન લગાવીને તેમને જનતાના કામોમાં લગાવે જેથી જનતાની સમસ્યાઓનું સમાધાન થઇ શકે. અમે અમારા ડેલિગેશનને દિલ્હીની હકિકત બતાવવા માટે સક્ષમ છીએ અને અમે તો કેજરીવાલજીને ખુદ આમંત્રિત કરીએ છીએ કે તે પોતાના રસ્તા, પોતાની સ્કૂલોઅને મહોલ્લા ક્લિનિકની હકિકતને જુએ કે આખરે જે તસવીર લોકોને બતાવવામાં આવે છે તેનાથી કેટલી ઉલટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube