ગુજરાતમાં કેમ વધુ છે કોરોનાથી મૃત્યુઆંક? વુહાનનું આ કનેક્શન તો કારણ નથી ને
કોરોના વાયરસને કારણે ગુજરાતમાં 133 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોની એક ટીમનું માનવું છે કે તેની પાછળ વુહાનથી આવેલ COVID-19નો વધુ ઘાતક સ્ટ્રેન કારણ હોઈ શકે છે.
નવી દિલ્હી/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો ફેટલિટી રેટ (મૃત્યુઆંક) બાકી રાજ્યોના મુકાબલે વધુ છે. અહીં અત્યાર સુધી 133 લોકો કોરોનાથી સંક્રમિત થઈને મૃત્યુ પામ્યા છે. ગુજરાતનો ફેટલિટી રેટ 4.3 ટકા છે. તેની પાછળ વુહાનનું એક કનેક્શન હોઈ શકે છે. ગુજરાતમાં ત્રણ ખાનગી હોસ્પિટલોને કોવિડ-19ની સારવારની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી એક સ્ટર્લિંગ હોસ્પિટલના ઇન્ફેક્શિયસ ડિઝીસ સ્પેશલિસ્ટ ડો. અતુલ પટેલ પ્રમાણે, રાજ્યનો હાઈ ફેટલિટી રેટ કોરોના વાયરસના L સ્ટ્રેનને કારણે હોઈ શકે છે.
સીએમની હાજરીમાં સામે આવી આ વાત
ડો. અતુલે આ વાતની આશંકા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલની આગેવાનીમાં થયેલી ચર્ચામાં વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કેરલમાં મોર્ટલિટી રેટ તે માટે ઓછો હતો કારણ કે મોટાભાગના દર્દી દુબઈથી આવ્યા હતા. ત્યાં કોરોના થોડો હળવો S સ્ટ્રેનમાં ફેલાયો હતો. પરંતુ જાન્યુઆરીમાં કેરલથી જે ત્રણ દર્દીઓ મળ્યા તે વુહાનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ હતા.
કોરોનાનો ક્યો સ્ટ્રેન સૌથી વધુ ખતરનાક?
ડો. પટેલ પ્રમાણે, કોરોના વાયરસના બે ખાસ સ્ટ્રેન્સ છે- L અને S સ્ટ્રેન. તેમાં એલ તે છે જે મૂળ રૂપથી વુહાનથી ફેલાયો છે. તે વધુ પૈથોજેનિક છે અને ખુબ ગંભીર બીમારી આપે છે અને મૃત્યુ જલદી થાય છે. વુહાન બાદ એલ સ્ટ્રેનનું સ્પાંટેનિયસ મ્યૂટેશન થયું જે S સ્ટ્રેનમાં બદલ્યો હતો. તે થોડો હળવો અને ઓછો પૈથોજેનિક છે.
કોરોનાઃ 3 મે બાદ પણ રાહતની શક્યતા નહીં, લૉકડાઉન યથાવત રાખવા ઈચ્છે છે આ રાજ્યો
ગુજરાતમાં ક્યાંથી આવ્યો L સ્ટ્રેન?
ડોક્ટર પ્રમાણે, કેરલમાં S સ્ટ્રેનના સૌથી વધુ મામલા છે જ્યારે એલ સ્ટ્રેન ઇટાલી અને ફ્રાન્સમાં વધુ જોવા મળ્યો. તેના કારણે ઝડપથી મૃત્યુ થયા છે. તેમણે કહ્યું, અમેરિકામાં ન્યૂયોર્કનો ડેટા બાકી રાજ્યોથી ખુબ અલગ છે. ન્યૂયોર્કના દર્દી યૂરોપ ફરીને ાવ્યા હતા. ડો. પટેલે કહ્યું કે, 'અમારે અહીં યૂરોપિયન દેશો, અમેરિકા અને ન્યૂયોર્કથી લોકો આવી રહ્યાં છે અને તેથી અહીં પર વાયરસનું મિક્સ્ડ સ્ટ્રેન છે. અમારે સંશોધન કરવું પડશે કે અહીં ક્યો સ્ટ્રેન વધુ ફેલાયો છે. મને લાગે છે કે ગુજરાતમાં એલ સ્ટ્રેન વધુ છે જેના કારણે વધુ મોત થઈ રહ્યાં છે.'
ક્યો સ્ટ્રેન વધુ, તેની માહિતી મેળવવી પડશે
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ત્રણ સ્ટ્રેન ફેલાયા છે. તેમાં ચીન, અમેરિકા અને યૂરોપના સ્ટ્રેન સામેલ છે. ICMR પ્રમાણે, આ ત્રણેયમાં ખુબ ઓછું અંતર છે. પાછલા સપ્તાહે ICMRએ કહ્યું હતું કે વુહાનથી એરલિફ્ટ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ અને અહીં ફેલાયેલ વાયરસનું સ્ટ્રેન ચીની સ્ટ્રેન જેવું હતું. ઇટાલી અને અમેરિકામાં ફેલાયેલા વાયરસનું જીનોમ બાકી દેશોથી અલગ છે કારણ કે લોકો ટ્રાવેલ વધુ કરે છે. અમને કેટલાક સપ્તાહમાં ખ્યાલ આવશે કે ક્યો સ્ટ્રેન વધુ ફેલાયો છે. સારી વાત છે કે આ વાયરસ જલદી-જલદી મ્યૂટેટ કરતો નથી.
Coronavirus News: ભોપાલ ગેસ કાંડમાં બચેલા લોકો માટે કાળ બન્યો કોરોના, 10 મૃત્યુ
ગુજરાતમાં મોત કેમ વધુ?
ડો. અતુલે ગુજરાતમાં કોરોનાથી મોતની સંખ્યા વધુ હોવા પાછળ દર્દીઓમાં ડાયાબિટીઝ અને હાઇપટેન્શન જેવી બીમારીઓ હોવાનું પણ એક કારણ દર્શાવ્યું છે. પ્લમોનોલોજીસ્ટ પાર્થિવ મેહતાએ કહ્યું કે, લક્ષણના મોડું રિએક્શન પણ એક કારણ હોઈ શકે છે કે મોતો છથી 24 કલાકની અંદર થયા છે. સીએમ વિજય રૂપાણી પ્રમામે, રાજ્ય કોરોનાના ડબલિંગ રેટ પ્રમાણે ખુદને તૈયાર કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર