નવી દિલ્હીઃ શહેરી વિકાસ મંત્રાલયે 2022 સુધી 'નવી સંસદ અને સેન્ટ્રલ વિસ્ટા' બનાવવાની ડિઝાઈન બનાવવાની જવાબદારી સોંપી દીધી છે. મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર નવી સંસદ અને સેન્ટ્રલ વિસ્ટાની ડિઝાઈન આગામી 250 વર્ષ માટે તૈયાર કરવામાં આવશે. ડિઝાઈનની જવાબદારી ગુજરાતની ફર્મ 'એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ' (HCP Design, Planning And Management Private Limited)ને આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે પસંદગી કરાઈ?
શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સૌથી પહેલા મગાવાયેલી અરજીઓમાં 24 કંપની હતી, જેમાંથી સૌથી પહેલા 6 કંપનીને ફાઈનલ કરવામાં આવી હતી. ફાઈનલ બિડરનું સિલેક્શન એક પ્રખ્યાત જ્યૂરી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રી-બિડ મીટિંગમાં પસંદ કરાયેલા 6 સિલેક્ટેડ બીડરે એક ડિટેઈલ્ડ પ્રેઝન્ટેશન જ્યૂરી સમક્ષ રજુ કર્યું હતું. ત્યાર પછી અંતિમ કંપનીની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત 18 ઓક્ટોબરના રોજ અંતિમ બીડરની પસંદગી કરવામાં આવી હતી. 


મહારાષ્ટ્રઃ નાયબ મુખ્યમંત્રી નહીં પરંતુ મુખ્યમંત્રી પદ જ જોઈએ છે શિવસેનાને


નવેમ્બર, 2021 સુધી સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણનું લક્ષ્ય 
હવે પછીના તબક્કામાં પસંદ કરવામાં આવેલી કંપની અને મંત્રાલય જાહેર ચર્ચા કરશે. આ કન્સલ્ટેશનમાં તમામ સ્ટેકહોલ્ડર સામેલ થશે. સરકારનું લક્ષ્ય નવેમ્બર, 2021 સુધી નવી સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ અને ઓગસ્ટ, 2022 સુધી નવી સંસદનું નિર્માણ કરવાનું છે. સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાની ડિઝાઈન તૈયાર કરવાની કુલ કન્સલ્ટન્ટિંગ કોસ્ટ રૂ.229 કરોડ આવશે. 


શું હશે સગવડ
- હાલના સંસદ ભવનમાં માત્ર મંત્રીઓ બેસી શકે તેવી જ વ્યવસ્થા છે. જો કે હવે જે નવા ભવનનું નિર્માણ થશે તેમાં દરેક સાંસદ બેસી શકે તેવી કેબિનની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત મંત્રીઓની જરૂરિયાતને ધ્યાને રાખીને વધારે મોટા ખંડની વ્યવસ્થા કરવામાં આવશે. 
- સાંસદો સંસદમાં બેસીને જ કામગીરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 
- નવુ ભવન 2021ના નવેમ્બર મહિનામાં બનીને તૈયાર થાય તેવું લક્ષ્ય છે.  
- માર્ચ 2022માં નવી સંસદ બનીને તૈયાર થશે અને નવું સત્ર તેમાં જ ભરાય તેવો અંદાજ છે. 
- 2024 સુધીમાં જનરલ કેન્દ્રીય સચિવાલયનું કામ પુરી થશે. 
- નવેમ્બર 2021 સુધીમાં સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ પુરૂં થશે. 
- 2022 ઓગષ્ટ સુધીમાં નવા સંસદનું નિર્માણ પુર્ણ થશે.
- કેન્દ્ર સરકાર તમામ મંત્રાલયોમાં એક પ્રકારની ડિઝાઇન હોય તેવું મોટુ પગલું ઉઠાવી રહી છે. 
- મોદી સરકાર મુગલો અને અંગ્રેજોએ બનાવેલા લુટિયન્સ ઝોનમાં પણ મોટું પરિવર્તન કરી રહી છે.


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...