IIT ગાંધીનગર (IIT-GN) ના રિસર્ચર્સે ગુજરાતમાં હાલમાં જ જે પુરની સ્થિતિ જોવા મળી તેના કારણો વિશે જાણકારી મેળવી છે. રિસર્ચર્સે કહ્યું કે પૂરની સ્થિતિના એનાલિસિસ પરથી જાણવા મળે છે કે તેનું કારણ ગંભીર હવામાન પરિસ્થિતિઓ છે અને સ્થિતિ વ્યાપક શહેરી વિકાસ અને ખામીઓ ભરેલી ડ્રેનેજ સિસ્ટમના કારણે વધુ ખરાબ થઈ. ગુજરાતમાં 20થી 29 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનાલિસિસથી જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાંથી 15 જિલ્લામાં ત્રણ દિવસનો વરસાદ છેલ્લા 10 વર્ષના સમયગાળાથી વધુ હતો. ગત અઠવાડિયે ભારતના પશ્ચિમી તટ પર અસામાન્ય મૌસમી ઘટનાઓ જોવા મળી જે શહેરી આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતાનું પુર્ન:મૂલ્યાંકન કરવાની તત્કાળ જરૂરિયાતને દર્શાવે છે. 


કયા કારણે સ્થિતિ વણસી?
IIT ગાંધીનગરની મશીન ઈન્ટેલિજેન્સ એન્ડ રેજિલિએન્સ લેબોરેટરી (એમઆઈઆર લેબ)ના રિસર્ચર્સે કહ્યું કે આ પરિદ્રશ્ય આ પ્રકારની જટિલ સ્થિતિઓને પહોંચી વળવા માટે મજબૂત કટોકટી પ્રતિભાવ વ્યૂહરચનાઓની જરૂરિયાતને રેખાંકિત  કરે છે. આઈઆઈટી-જીએનના રિસર્ચમાં કહેવાયું છે કે ગત સપ્તાહે ભારે વરસાદ બાદ ગંભીર પૂરની સ્થિતિ સામે ઝઝૂમી રહેલા વડોદરામાં તો અભૂતપૂર્વ વરસાદ નહતો પડ્યો છતાં આ સ્થિતિ જોવા મળી. 


રિપોર્ટમાં કહેવાયું છે કે જો કે પૂર સંભવિત ક્ષેત્રોમાં વ્યાપક શહેરી વિકાસ, બદલાતી ઊંચાઈ, તથા ઝડપથી થઈ રહેલું શહેરીકરણ અને અવરોધિત ડ્રેનિજ સિસ્ટમને કારણે પૂરની સ્થિતિ વધુ ખરાબ બની.