ગુવાહાટીઃ ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મુશ્કેલી સતત વધી રહી છે. મંગળવારે અસમના બારપેટા જિલ્લાની સ્થાનીક કોર્ટે મેવાણીને મહિલા પોલીસકર્મીની સાથે છેડતીના કેસમાં પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદીત ટ્વીટ કરવાને લઈને કોર્ટે સોમવારે જિગ્નેશ મેવાણીને જામીન આપી દીધા હતા. જામીન મળ્યાના થોડા સમય બાદ જિગ્નેશ મેવાણીને બીજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા પોલીસકર્મીની સાથે ગેરવર્તણૂકના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 


મહત્વનું છે કે અસમની કોકરાઝાર કોર્ટથી મેવાણીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ પોલીસે ધારાસભ્ય મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિગ્નેશ મેવાણીને બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પર મહિલા પોલીસકર્મી સાથે છેડછાડ કરવા અને ગાળો આપવાનો આરોપ લાગ્યો હતો. આ પહેલાં જિગ્નેશ મેવાણીની પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી. અસમ પોલીસે ગુજરાતથી મેવાણીની ધરપકડ કરી હતી. આ કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્રણ દિવસ સુધી પોલીસની રિમાન્ડમાં હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube