નવી દિલ્લીઃ પોતાના આકરા નિવેદનોથી ચર્ચામાં રહેતા આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્મા ગુસ્સામાં લાલઘુમ થઈ ગયા હતા. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષ પર એવા ગાજ્યા કે, વિપક્ષી સભ્યોએ વોકઆઉટ જ કરી દીધુ હતું. આખરે વિધાનસભામાં એવું તો શું થયું..?         


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્લિમ દિકરીઓ મુદ્દે કોંગ્રેસ પર વાર -     
દેશમાં સૌપ્રથમ આસામમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડાયવોર્સ એક્ટ ખતમ કરી દેવાયો છે. એટલે કે હવે મુસ્લિમ સમાજમાં પણ લગ્ન અને તલાક સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત જ થશે. તેમના માટે અલગ નિયમો નહીં રહે. આસામની હેમંત સરકારે મુસ્લિમોમાં થતા બાળ લગ્નને રોકવાના હેતુસર આ કાયદાને સમાપ્ત કર્યો છે. આ મુદ્દે જ્યારે વિધાનસભામાં ચર્ચાની શરૂઆત થઈ તો સીએમ હેમંત બિશ્વ શર્મા વિપક્ષ પર ગાજ્યા હતા. તેમણે વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે, જ્યાં સુધી જીવીત છું, આસામમાં નાની બાળકીઓના લગ્ન નહીં થવા દઉં... 


ગુસ્સે ભરાયા હેમંત બિશ્વ શર્મા-
વિધાનસભામાં ગાજ્યા હેમંત બિશ્વ શર્મા
ગુસ્સામાં થયા લાલ... વિપક્ષ પર કર્યા વાર
મુસ્લિમ મેરેજ-ડાયવોર્સ એક્ટ ખતમ
"જ્યાં સુધી જીવીત છું.... નહીં થવા દઉં"
હેમંતના આકરા તેવર... વિપક્ષનું વોક આઉટ!


આ તરફ સરકારના નિર્ણયને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ વિરોધ દર્શાવી રહી છે.. વિપક્ષી નેતાઓનો આક્ષેપ છે કે, તેઓ સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા પરંતુ તેમને વિધાનસભામાં બોલવા ન દેવાયા.. જે બાદ તેમણે વોકઆઉટ કરીને વિરોધ દર્શાવ્યો હતો... સાથે જ આક્ષેપ કર્યો કે, આસામના મુસ્લિમો પર મોટો ખતરો છે.. સરકાર તેમને ટાર્ગેટ બનાવી રહી છે. 


હેમંત બિશ્વ શર્માના આકરા તેવર સામે વિપક્ષે ધરણા પ્રદર્શન કરીને વિરોધ દર્શાવ્યો હતો.. સાથે જ લોકતંત્ર પર ખતરો હોવાની વાત કરી. બીજી તરફ સરકારનો દાવો છે કે, તેઓ ત્રણ તલાક, બાળ લગ્ન અને બહુ લગ્નના કાયદા ખતમ કરીને મુસ્લિમ દિકરીઓને ન્યાય આપી રહ્યા છે.