છેલ્લા બે દાયકાની રેકોર્ડ ઠંડી : સસ્તા ખર્ચમાં સ્વર્ગનો અનુભવ લેવો હોય તો અહીં પહોંચો
Weather Report: નક્કી લેકમાં બોટો પર બરફના થર જામ્યા કાતિલ ઠંડીમાંમાઉન્ટ આબુના પ્રવાસે ગયેલા સહેલાણીઓ અટવાયા છે. તેઓને હોટલમાંથી જ બરફ જોઈ સંતુષ્ટ થવું પડ્યું છે. હિમ વર્ષા થતાં જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય તેવું પ્રથમ નજરે જોતા દેખાઈ આવે છ. નક્કી લેક ઉપરની બોટ પર બરફના મોટા પડો જામી ગયા છે. પક્ષીઓ માટે મુકાયેલ પાણીના કુંડનું પાણી થીજી ગયું છે.ગાત્રો થીજાવી દેત ઠંડીમાં માઉન્ટ વાસીઓ અને સહેલાણીઓને પાણીમાં હાથ નાખવાનું મુશ્કેલ બન્યું છે.
Cold Wave: ગુજરાતની પડોશમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડી નવા રેકોર્ડ તોડી રહી ગત રાત્રિએ માઉન્ટ આબુમાં માઇનસ ૬ જ્યારે ગુરુ શિખરમાં માઇનસ ૧૦ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.. માઉન્ટ આબુ પ્રવાસે ગયેલા સહેલાણીઓ અટવાયા છે. સસ્તા ખર્ચમાં શિમલા જેવો અનુભવ લેવો હોય તો હાલમાં આ બેસ્ટ સમય છે પણ ઠંડી સહન કરવાની તાકાત જોઈશે કારણ કે અહીં તાપમાન માઈનસમાં છે.
ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસ સાત ડિગ્રી, ગુરુ શિખર માં માઇનસ દસ ડિગ્રી તાપમાનથી સર્વત્ર બરફના છવાતાહિલ સ્ટેશનના ઇતિહાસમાં છેલ્લા બે દાયકામાં રેકોર્ડ તોડી ઠંડીએ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સૌથી ઊંચી ચોંટી એટલેકે અઢાર કિમીની ઊંચાઈએ આવેલ ગુરુશિખર માં માયનસ દસ ડિગ્રી તાપમાન નોંધાતા પાણીના બાઉલ, પાણીની પાઇપ, ખુલ્લા મેદાનમાં અને વાહનો પર બરફનું સામ્રાજ્યછવાયેલું છે.
નક્કી લેકમાં બોટો પર બરફના થર જામ્યા કાતિલ ઠંડીમાંમાઉન્ટ આબુના પ્રવાસે ગયેલા સહેલાણીઓ અટવાયા છે. તેઓને હોટલમાંથી જ બરફ જોઈ સંતુષ્ટ થવું પડ્યું છે. હિમ વર્ષા થતાં જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય તેવું પ્રથમ નજરે જોતા દેખાઈ આવે છ. નખી લેક ઉપરની બોટ પર બરફના મોટા પડો જામી ગયા છે. પક્ષીઓ માટે મુકાયેલ પાણીના કુંડનું પાણી થીજી ગયું છે.ગાત્રો થીજાવી દેત ઠંડીમાં માઉન્ટ વાસીઓ અને સહેલાણીઓને પાણીમાં હાથ નાખવાનું મુશ્કેલ બન્યું છે.
ગુજરાતમાં શિતલહર છવાઈ છે. સુસવાટા મારતા પવનને કારણે મહત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરીજનો તો તીવ્ર ઠડીમાં ઠૂંઠવાઈ ગયા છે. કાતિલ ઠંડીને પગલે નલિયામાં 2 ડિગ્રી અને ડીસામાં પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છના નલિયામાં તો 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડ્યો છે. આજનો પારો 2 ડિગ્રી જ રહેતાં આ આંક સિઝનનો સૌથી ઓછો આંક છે. અમદાવાદ શહેર રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 1 જ દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરનો પારો 2થી 6 ડિગ્રી ઘટ્યો છે. આજથી ઠંડીનું જોર ઘટશે. તાપમાનનો પારો ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી છે. તાલાળા પંથકમાં ઊંચા પવનથી આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જૂનાગઢ-પાવાગઢમાં રોપ વે અને બેટ દ્રારકામાં ફેરી બોટ સતત બીજા દિવસે બંધ રખાયા છે.