PM Degree Row : કેજરીવાલને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો
Arvind Kejriwal : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં..સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કરી દીધો ઈન્કાર...હાઈકોર્ટમાં જ રજૂઆત કરવાની સુપ્રીમની ટકોર
PM Modi Degree Row : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ મામલે સુપ્રીમ કોર્ટથી અરવિંદ કેજરીવાલને ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં તાત્કાલિક સુનાવણી માટે ના પાડી છે. હાઈકોર્ટે તારીખ આપેલી હોવાથી સુપ્રીમ કોર્ટે ના પાડી છે. 29 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જ યોગ્ય રજૂઆત કરવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનહાનિ કેસ પર પ્રતિબંધ લગાવવાની અરજીને સુપ્રીમ કોર્ટે સાંભળવાનો ઈન્કાર કર્યો છે. હકીકતમાં, કેજરીવાલે આ પહેલા હાઈકોર્ટ પાસે માનહાનિ મામલે સ્ટે આપવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ કોર્ટે તે અરજી નકારી કાઢી હતી. હવે દિલ્હીના મુખ્યમંત્રી આ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. હકીકતમં, કેજરીવાલે આ પહેલા ગુજરાત હાઈકોર્ટને માનહાનિ કેસમાં સ્ટે આપવાની અપીલ કરી હતી. પંરતુ કોર્ટે તેને નકારી કાઢી હતી.
ચોમાસાનો ચોથો રાઉન્ડ તો ફેલ ગયો, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદના પાંચમા રાઉન્ડની આગાહી
આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેજરીવાલની રિવીઝન અરજી પહેલા જ હાઈકોર્ટમાં ચાલી રહી છે, આવામાં નવી અરજી પર સુનાવણી કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની ડિગ્રી મુદ્દે ટિપ્પણઈ કરવાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિ કેસ દાખલ કર્યો છે.
મોદીની ડિગ્રી મામલે થયો વિવાદ...
વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ ૨૦૧૬માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.
IVF થી 10 વર્ષ બાદ સુરતના દંપતીને મળ્યું ત્રણ સંતાનોનું સુખ, એક પછી એક ત્રણેયના મોત
સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી પ્લાનિંગ ફેલ જશે
પાર્ટ-૧માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૩૭ માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- ૨માં વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૬૨ માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર આજે ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-૧ ની પરીક્ષા પાસ કરી હતી.
બહુમુખી પ્રતિભાનો ધૂની કે મહાઠગ? મિતુલ ત્રિવેદી ઈતિહાસકાર, વૈદિક શાસ્ત્રી કે ઈસરો