ચોમાસાનો ચોથો રાઉન્ડ તો ફેલ ગયો, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદના પાંચમા રાઉન્ડની આગાહી
Ambalal Patel Monsoon Prediction : આખું ઓગસ્ટ ગુજરાતમાં કોરુ રહ્યું. ક્યાંક ક્યાંક છુટો છવાયો વરસાદ રહ્યો. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ. પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 થી 31 દરમિયાન દરિયાઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં 28 ઓગસ્ટથી તાપમાન વધશે. 31 ઓગસ્ટ બાદ બંગાળ ઉપસારમાં લો પ્રેશર બનતા ભારે ગતિવિધિ દેખાશે. અરબી સમુદ્રમાં 14 સપ્ટેમ્બરની આસપાસ લો પ્રેશરના કારણે સિસ્ટમ બનશે, જેને કારણે સપ્ટેમ્બરના પહેલા અને બીજા અઠવાડિયામાં વરસાદી ઝાપટા પડશે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી ગુજરાતમાં છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત માં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયા હળવા વરસાદનું ઝાપટું પડી શકે છે. હાલ વરસાદને લઈને ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. દક્ષિણ પશ્ચિમમાંથી ફુકાતા પવનો અને ભેજના કારણે હાલ વરસાદી માહોલ છવાયો છે. સૂકુ વાતાવરણ રહેવાને લઈને તાપમાનમાં વધારો થશે. આ દિવસોમાં લોકોને ગરમીનો અહેસાસ થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 21 ટકા વધુ વરસાદ સાથે 94% વરસાદ નોંધાયો છે.
ભર સીઝનમાં જ વરસાદ ગાયબ થઈ જવાને લઈને હવામાન એક્સપર્ટ પણ ચિંતામાં મુકાયા છે. એક્સપર્ટસે આ વિશેનું કારણ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદ પર અસર થઈ છે. ચાલુ વર્ષે ચોમાસા પર ક્લાઈમેટ ચેન્જની અસર થઈ છે. નિષ્ણાંતોના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અલ-નિનોને કારણે લાંબા સમય સુધી વરસાદ પર બ્રેક લાગી શકે છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ક્યાંક ભારે તો ક્યાંક નહીંવત વરસાદ જોવા મળી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાનું તારણ તેઓએ જણાવ્યું.
નિષ્ણાતોના મતે, જૂનમાં બિપરજોયના કારણે કેરળમાં ચોમાસાના આગમનમાં પણ અસર પડી હતી. એક અભ્યાસમાં સામે આવ્યું કે, આ વર્ષે ચોમાસાએ 1961 બાદ પ્રથમ વખત દિલ્લી અને મુંબઈને એકસાથે આવરી લીધું છે. જૂનમાં દેશના 377 સ્ટેશન્સમાં ભારે વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ હોવાની માહિતી છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જને કારણે બંગાળની ખાડી અને અરબ મહાસાગરમાં ચક્રવાતનું પ્રમાણ અને લાંબા સમય સુધી તેની તીવ્રતા રહી છે. જુલાઈમાં ભારે વરસાદની ઘટના વધી હતી, જે છેલ્લા 5 વર્ષમાં પડેલો સૌથી વધુ વરાસદ છે. હાલ દેશમાં ચોમાસું અનિયમિત બની રહ્યું છે. ક્યારેક વરસાદ પડે તો ક્યારેક સૂકા હવામાનનો અનુભવ થાય. હાલ જે થઈ રહ્યું છે તે ક્લાયમેટ ચેન્જની અસર છે.
Trending Photos