Weather Update 16th October 2023: નવરાત્રિ દરમિયાન દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલાવવાનો છે અને ભારતીય હવામાન ખાતા (IMD) એ અનેક રાજ્યોમાં 17 ઓક્ટોબર સુધી વરસાદની આશંકા દર્શાવી છે. હવામાન ખાતાએ ઉત્તર ભારત ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઉત્તરાખંડમાં પણ હવામાન પલટાવવા લાગ્યું છે અને બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. કેદારનાથ ધામમાં રવિવારે બરફવર્ષા થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
હવામાન ખાતાએ ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, અને પંજાબમાં આજે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત યુપી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની આશંકા છે. હવામાન ખાતાએ દક્ષિણ ભારતમાં પણ વરસાદ અંગે ચેતવણી આપી છે. જણાવ્યું છે કે તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં 17 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. 


ગુજરાતમાં આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આજે અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ વરસી શકે છે. આજે સાંજ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. 


શું છે અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ જણાવ્યું હતું કે,ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 


આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube