દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન 'બિપરજોય'નો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની વાત માનીએ તો આવતીકાલે બિપરજોયે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત ખતરનાક ચક્રવાત બિપરજોય 15 જૂને કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. દરમિયાન, ખરાબ હવામાનને કારણે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જે જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ જિલ્લાઓ 13-15 જૂન દરમિયાન ભારે વરસાદ અને ખૂબ જ તીવ્ર પવનની ઝડપ સાથે ચક્રવાતી તોફાનથી પ્રભાવિત થવાની સંભાવના છે, જે 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાતના વધતા ખતરાને જોતા 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. માછીમારોને 15 જૂન સુધી દરિયાકાંઠે જવાની ચેતવણી આપવામાં આવી છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube