ગુજરાતના આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર નીકળવાની ભૂલ ન કરતા
All India Rain Forecast: સમગ્ર દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું બરાબર બેસી ગયું છે અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિબાગે આ મહિનાના અંત સુધીમાં વરસાદનું એલર્ટ ચાલુ રાખ્યું છે. આજે પણ દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદના એંધાણ છે. પહાડી રાજ્યોમાં વરસાદની સાથે ભૂસ્ખલનની શક્યતા છે.
All India Rain Forecast: સમગ્ર દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું બરાબર બેસી ગયું છે અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિબાગે આ મહિનાના અંત સુધીમાં વરસાદનું એલર્ટ ચાલુ રાખ્યું છે. આજે પણ દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદના એંધાણ છે. પહાડી રાજ્યોમાં વરસાદની સાથે ભૂસ્ખલનની શક્યતા છે. આથી લોકોને પહાડી વિસ્તારોમા ન ઘૂમવાની સલાહ અપાઈ છે. અનેક રાજ્યોમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને ત્યાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત ઠેકાણે ખસેડવામાં આવી રહ્યા છે.
આજે આવું રહી શકે છે હવામાન
આગામી 24 કલાકની વાત કરીએ તો આજે દિલ્હી, પશ્ચિમી રાજસ્થાન, બિહાર, આંતરિક કર્ણાટક, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાલ દ્વિપ સમૂહ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ પડી શકે છે. એ જ રીતે ઉત્તર તેલંગણા, છત્તીસગઢના કેટલાક ભાગો, મધ્ય પ્રદેશ અને કોંકણ તથા ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આજે ઉત્તર પૂર્વ ભારત, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના કેટલાક ભાગો, વિદર્ભ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, કેરળ, દક્ષિણ ગુજરાત, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હળવાથી મધ્યમસ્તરનો વરસાદ પડી શકે છે. ઓડિશા, રાજસ્થાનના કેટલાક ભાગો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, અસમના કેટલાક ભોગ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. શુક્રવારે 114 તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે હાલની સ્થિતિએ રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત છે.
અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે. આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.
અંબાલાલ પટેલે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરીને જણાવ્યું હતું કે હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બની રહ્યા છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એ ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.
વિદર્ભમાં 4 દિવસનું યલ્લો એલર્ટ
હવામાન ખાતાએ મહારાષ્ટ્રમાં વિદર્ભ ક્ષેત્રના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. આસપાસના બંધમાંથી પાણી છોડવાના કારણે ગ્રામીણોને પૂરની આશંકાની ચેતવણી અપાઈ છે. સ્થાનિક હવામાન વિભાગ કેન્દ્ર, નાગપુરના જણાવ્યાં મુજબ નાગપુર, વર્ધા, બુલઢાણા, ગોંદિયામાં 4 દિવસનું યલ્લો એલર્ટ છે. એ જ રીતે ચંદ્રપુર, ગઢચિરોળી, અમરાવતીમાં 3 દિવસ માટે અને યવતમાલ, બુલઢાણા, અકોલા, અને વાશિમમાં 2 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.
પુરનું એલર્ટ
ચંદ્રપુર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે પ્રશાસને ઈરાઈ બંધના 3 ગેટ ખોલવા માટે મજબૂર થવું પડ્યું છે. આ પાણી છોડાવાના કારણે અરવત ગામ અને વર્ધા નદી પાસેના કેટલાક વિસ્તારોમાં પૂર આવી ગયું. ત્યારબાદ ચંદ્રપુરમાં એનડીઆરએફ ટીમે અભિયાન શરૂ કર્યું. અને 38 લોકોને બચાવવામાં આવ્યા. પૂરની આશંકાને જોતા આજુબાજુના ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું છે.