ચંડીગઢઃ દિલ્હીની સરહદો પર એક વર્ષ સુધી ચાલેલા કિસાન આંદોલનનું રાજકીય પરિણામ સામે આવ્યું છે. કિસાન આંદોલનનો ચહેરો બનેલા ગુરનામ સિંહ ચઢૂનીએ શનિવારે રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ સંયુક્ત સંઘર્ષ પાર્ટી  રાખવામાં આવ્યું છે. કિસાન નેતા ચઢૂનીએ શનિવારે ચંડીગઢમાં પત્રકાર પરિષદ યોજી તેની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યુ કે, તેમની પાર્ટી પંજાબની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે સંયુક્ત સંઘર્ષ પાર્ટી 2022ની પંજાબ ચૂંટણીમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે. 


સંયુક્ત સંઘર્ષ પાર્ટી એક વર્ષ ચાલેલા કિસાન આંદોલન બાદ અસ્તિત્વમાં આવેલ પ્રથમ રાજકીય પાર્ટી છે. કિસાનોએ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ એક વર્ષ આંદોલન કર્યું હતું. બાદમાં કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત લઈ લીધા છે.


આ પણ વાંચોઃ મહિલાઓને આજથી કેન્દ્રની મોટી ભેટ, સરકાર મફતમાં આપશે 5000 રૂપિયાની સુવિધા


મહત્વનું છે કે ગુરનામ સિંહ ચઢૂની કિસાન મોર્ચાની તે 5 સભ્યોની સમિતિનો ભાગ છે, જેને મોર્ચાએ કૃષિ કાયદા પર મોદી સરકાર સાથે વાતચીત કરવાનો અધિકાર આપ્યો છે. આ સમિતિમાં યુધવીર સિંહ, અશોક ધવલે, બલબીર સિંહ રાજેવાલ અને શિવકુમાર મક્કા સામેલ છે.


રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા
ગુરનામ સિંહ ચઢૂનીની નવી પાર્ટી પર રાકેશ ટિકૈતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સંયુક્ત કિસાન મોર્ચો ક્યાંય જઈ રહ્યો નથી. મોર્ચાએ પાર્ટી બનાવી નથી, સંયુક્ત કિસાન મોર્ચો બિનરાજકીય રહેશે. ચઢૂનીએ વ્યક્તિગત પાર્ટી બનાવી છે. 15 તારીખે જ્યારે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થશે અમે તેના પર નિર્ણય કરીશું. સંયુક્ત કિસાન મોર્ચો બિનરાજકીય રહેશે કોઈ વ્યક્તિ પોલિટિકિલ હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube