Gyanvapi Masjid Video: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને મોટો બખેડો જોવા મળી રહ્યો છે. મસ્જિદની અંદરના સરવેનું કામ ગઈ કાલે પૂરું થઈ ગયું. રિપોર્ટ આજે રજૂ કરવાનો હતો પરંતુ હજુ તૈયાર થયો ન હોવાથી આજે રજૂ થઈ શકશે નહીં. આ બધી બબાલ વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદની અંદર જે ભાગમાંથી શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરાયો તે વુજુખાનાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જો કે એવું કહેવાઈ રહ્યું છે કે હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલા વીડિયો વિશે સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે જણાવ્યું કે આ વીડિયો જ્ઞાનવાપીના વુજુખાનાનો છે. આ એ જ જગ્યા છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. જો કે તેમણે એ પુષ્ટિ ન કરી કે આ વીડિયો નવો છે કે જૂનો. વીડિયો ક્યારનો છે? એવો સવાલ તેમને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ વીડિયો એ જ જગ્યાનો છે પરંતુ તેના વિશે મને કોઈ જાણકારી નથી. 


થઈ રહ્યા છે અનેક પ્રકારના દાવા
ગઈ કાલે સરવે થયા બાદ હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો કે જ્ઞાનવાપી મસ્જિદના વુજુખાનામાંથી શિવલિંગ મળ્યું છે જે 3 ફૂટ ઊંચુ છે અને વ્યાસ 12 ફૂટ અને 8 ઈંચનો છે. આ જગ્યાનો વીડિયો વાયરલ થયો છે. હિન્દુ પક્ષ શિવલિંગને નંદીની મૂર્તિ સાથે જોડી રહ્યો છે. ભારતીય પરંપરા મુજબ નંદી એકલા હોઈ શકે નહીં. જો નંદી ત્યાં હોય તો તેમના મુખની સામે શિવલિંગ હોવું નક્કી છે. હિન્દુ પક્ષનો એવો પણ દાવો છે કે જે ત્રણ રૂમના સરવે કરાયા ત્યાંથી સાપ, કળશ, ઘંટીઓ, સ્વસ્તિક, સંસ્કૃતના શ્લોક અને શ્વાનની મૂર્તિઓ મળી છે. 


બીજી બાજુ મુસ્લિમ પક્ષનો દાવો અલગ છે તેમનું કહેવું છે કે શિવલિંગનો દાવો ખોટો છે. જેને શિવલિંગ ગણાવવામાં આવી રહ્યું છે તે ફૂવારો છે. મુસ્લિમ પક્ષના વકીલ મેરાઝૂદ્દીને કહ્યું કે ફૂવારાને શિવલિંગ ગણાવવામાં આવી રહ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube