લખનઉઃ દેશમાં હાલ જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલો સર્વે ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે દાવો કર્યો કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન એક રૂમમાં શિવલિંગ પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે, આ હર્ષનો વિષય છે અને સર્વે દરમિયાન બંને પક્ષોની વકીલોની હાજરીમાં શિવલિંગ મળ્યુ. તેમણે કહ્યું કે, એટલે તે સ્થાન જ્યાં શિવલિંગ છે, તે મંદિર છે, તે હાલ પણ છે અને 1947માં પણ હતું. તે સાબિત થઈ ચુક્યુ છે. હું આશા કરુ છું કે આ પ્રકારના પૂરાવા મળવા પર દેશવાસી સ્વીકાર કરશે, તેનો આદર કરશે અને જે સ્વાભાવિક પરિણામ છે, તે તરફ દેશ આગળ વધશે. આ મામલો કોર્ટમાં વિચારાધીન છે, ન્યાયાલયે તે ભાગને સંરક્ષિત (સીલ) કર્યો છે. પોલીસ અધિકારીઓની જવાબદારી છે કે ત્યાં કોઈ છેડછાડ ન થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે અમે આશા કરીશું કે આ વિષય પરિણામ સુધી પહોંચે. કારણ કે હાલ મામલો કોર્ટમાં છે. તેના પર વધુ ટિપ્પણી કરવી યોગ્ય નથી. કોર્ટના નિર્ણય બાદ અમે તેના પર વિચાર કરીશું અને ત્યારે વીએચપી નક્કી કરી શકશે કે આગામી પગલું શું હશે. તો ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'સત્યને તમે કેટલું છુપાવી લો પરંતુ એક દિવસે સામે આવી જાય છે કારણ કે સત્ય જ શિવ છે. બાબા ની જય, હર હર મહાદેવ.


જ્ઞાનવાપી સરવે: વારાણસી કોર્ટનો આદેશ, કહ્યું- જ્યાંથી શિવલિંગ મળ્યું તે જગ્યા તરત સીલ કરો


17 મેએ કોર્ટના આગલા આદેશની જાણ મળશે
વારાણસીના ડીએમ કૌશલ રાજ શર્માએ સર્વેની કાર્યવાહી પૂરી થવા પર કરવામાં આવી રહેલા દાવા પર કહ્યુ કે, કોર્ટના આદેશ પર સર્વેની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. કોર્ટ કમિશનરના સર્વેમાં અંદર શું જોવા મળ્યુ તેના પર કોઈ પક્ષકારે જાણકારી જાહેર કરી નથી તો કોઈએ ઉન્માદના આધાર પર નારા લગાવવાની વાત ખોટી છે. 


સુપ્રીમમાં કાલે થશે સુનાવણી
ઉલ્લેખનીય છે કે સ્થાનીક કોર્ટના આદેશ પર બંને પક્ષોની હાજરીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રણ દિવસ સુધી ચાલેલો સર્વે આજે પૂરો થઈ ગયો. તેને સંબંધિત વીડિયોગ્રાફી રિપોર્ટ 17 મે પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ 17 મેએ તેના પર સુાવણી કરશે. આ વચ્ચે મસ્જિદ કમિટીની સર્વે રોકવાની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે અને મંગળવારે તેના પર સુનાવણી થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV