Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળી આવ્યાના દાવા બાદ વારાણસી કોર્ટે તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું. આ દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા મોટો દાવો કરાયો છે. તેમના દાવા મુજબ બાબા (શિવલિંગ) મળી ગયા છે. જે વિચાર્યું તેના કરતા વધુ પ્રમાણ મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તત્કાળ પ્રભાવથી જગ્યા સીલ કરવાનો આદેશ
વારાણસી કોર્ટે જિલ્લાધિકારીને આદેશ આપતા કહ્યું કે જે સ્થળ પર શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળને તત્કાળ પ્રભાવથી સીલ કરી દો અને કોઈ પણ વ્યક્તિને ત્યાં ન જવા દો. તેની જવાબદારી જિલ્લા પ્રશાસન અને સીઆરપીએફને સોંપવામાં આવી છે. કોર્ટે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરી છે. પોતાના આદેશમાં વારાણસી કોર્ટે કહ્યું કે જિલ્લાધિકારી, પોલીસ કમિશનર અને સીઆરપીએફ કમાન્ડેન્ટને આદેશ આપવામાં આવે છે કે જે સ્થળને સીલ કરવામાં આવ્યું છે તે સ્થળને સંરક્ષિત અને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી ઉપરોક્ત સમસ્ત અધિકારીઓની વ્યક્તિગત રીતે ગણાશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube