Gyanvapi Survey: જ્ઞાનવાપીના 3 ગુંબજોનો GPR ટેક્નોલોજીથી થશે સર્વે, 300 વર્ષ જૂના રહસ્ય પરથી ઉઠશે પડદો
Gyanvapi Survey ASI: જ્ઞાનવાપીનો ASI સર્વે તેના પર થઈ રહેલા આખા વિવાદને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. આજથી આ સર્વેની શરૂઆત થઈ છે અને 4 ઓગસ્ટના રોજ કોર્ટમાં રિપોર્ટ સોંપવાનો છે. સર્વેને લઈને મુસ્લિમ પક્ષ સવાલ પણ ઉઠાવી રહ્યો છે. પરંતુ હિન્દુ પક્ષે સત્ય સામે લાવવાની વકિલાત કરી છે. ASI નો સર્વે શું કામ ખાસ છે તે પણ જાણો.
Gyanvapi Survey ASI: જ્ઞાનવાપીનો ASI સર્વે તેના પર થઈ રહેલા આખા વિવાદને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. આજથી આ સર્વેની શરૂઆત થઈ છે અને 4 ઓગસ્ટના રોજ કોર્ટમાં રિપોર્ટ સોંપવાનો છે. સર્વેને લઈને મુસ્લિમ પક્ષ સવાલ પણ ઉઠાવી રહ્યો છે. પરંતુ હિન્દુ પક્ષે સત્ય સામે લાવવાની વકિલાત કરી છે. ASI નો સર્વે શું કામ ખાસ છે તે પણ જાણો. અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપીની પશ્ચિમ દિવાલનો પણ સર્વે કરાવવામાં આવશે જેની ઉંમરની ભાળ થતા જ હિન્દુ પક્ષનો દાવો મજબૂત બનશે. આ ઉપરાંત જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજનો જીપીઆર સર્વે પણ કરવામાં આવશે. તેનાથી શું શું ખુલાસા થશે, તે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષ માટે મહત્વપૂર્ણ છે.
સર્વે શરૂ
વારાણસીમાં આજે સવારે 7 વાગ્યાથી સર્વે શરૂ થઈ ગયો છે. વઝુખાનાને બાદ કરતા સમગ્ર પરિસરનો સર્વે થઈ રહ્યો છે. પરિસરના પ્લોટ નંબર 9130નો સર્વે થઈ રહ્યો છે. વિસ્તારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો છે. ASI ટીમ પશ્ચિમી દિવાલનો પણ સર્વે કરી રહી છે. આ ઉપરાંત સર્વેમાં જોડાયેલી ટીમ ડેટિંગ વિધિનો પણ ઉપયોગ કરશે. ASI ની 38 સભ્યોની ટીમ સર્વે કરી રહી છે.
મુસ્લિમ પક્ષે કર્યો બહિષ્કાર
જ્ઞાનવાપી પરિસરમાં ASI નો સર્વે થઈ રહ્યો છે॥ જેને લઈને મુસ્લિમ પક્ષે વિરોધ જતાવીને બોયકોટ કર્યો છે. મુફ્તી એ બનારસ મુફ્તી અબ્દુલ બાતિનનું કહેવું છે કે સુપ્રીમમાં અમે અરજી નાખી છે જેની આજે સુનાવણી છે. પોલીસ કમિશનર સાથે અમારી બેઠક ઈ હતી અને આ બેઠકમાં અમે જણાવ્યું હતું પરંતુ તેમણે સાંભળ્યું નહીં. આથી આજે જે સર્વે થઈ રહ્યોછે તેનો અમે લોકોએ બોયકોટ કર્યો છે.
મોતનો હાઈવે! એક એવી રહસ્યમય જગ્યા, જ્યાં જાઓ તો ઘડિયાળના કાંટા ફરી જાય, શું કારણ?
GPR સર્વેથી થશે આ ખુલાસો
બીજી બાજુ અરજીકર્તા રેખા પાઠકે કહ્યું કે ASI ના સર્વે દ્વારા અનેક વાતો સ્પષ્ટ થશે. સર્વેમાં એ પણ જાણવા મળશે કે હાલના માળખાની પશ્ચિમી દિવાલની ઉમર કેટલી છે. એટલે કે આ દિવાલ ક્યારે બનાવવામાં આવી હતી. જો દીવાલ 15મી સદીથી જૂની નીકળી તો હિન્દુ પક્ષનો દાવો આપોઆપ મજબૂત બની જશે. આ ઉપરાંત પરિસરમાં રહેલા 3 ગુંબજની નીચે GPR ટેક્નોલોજીથી સર્વે કરાવીને એ જાણકારી મેળવવામાં આવશે કે હાલની ઈમારત હિન્દુ મંદિર તોડીને તો નથી બનાવાઈ ને.
જ્ઞાનવાપી પરિસરમાં મળી ચૂકી છે આ ચીજો
અત્રે જણાવવાનું કે ઈમારતમાં મળી આવતી તમામ કલાકૃતિઓની સંખ્યા, ઉંમર અને પ્રકૃતિથી એ જાણકારી મેળવી શકાશે કે તેનો સંબંધ સનાતન સાથે છે કે નહીં. તેના પુરાવા મેળવવામાં આવે. ઈમારતની નીચેની સંરચના, અને તેના ઐતિહાસિક, ધાર્મિક, મહત્વ અંગે પણ જાણી શકાશે કે તે સનાતન સાથે કે ઈસ્લામ...કયા ધર્મ સાથે જોડાયેલા હોઈ શકે છે.
નોંધનીય છે કે ASI એ પોતાનો સર્વે રિપોર્ટ 4 ઓગસ્ટના રોજ કોર્ટમાં આપવાનો છે. આથી બધુ ઝડપથી થવાની આશા છે. આ રિપોર્ટના આધારે જ ઘણું બધું સ્પષ્ટ થઈ જશે. ASI ના સર્વે પહેલા કોર્ટ કમિશનર અજય મિશ્રાએ મે 2022માં જ્ઞાનવાપી પરિસરનો સર્વે કર્યો હતો. આ સર્વે રિપોર્ટ મુજબ પરિસરની દીવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિ, કમળની કેટલીક કલાકૃતિઓ અને શેષનાગ જેવી આકૃતિ મળવાની વાત કહેવાઈ હતી. ત્યારબાદથી જ હિન્દુ પક્ષ પોતાનો દાવો મજબૂત હોવાનો કહી રહ્યો છે.
દિલ્હીમાં ફરી પૂરનું જોખમ, ગુજરાતમાં આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ અંગે પહેલીવાર 1991માં વારાણસીની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. જો કે તેનો વિવાદ ત્યારે વકર્યો જ્યારે 18 ઓગસ્ટ 2021ના રોજ 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરી મંદિરમાં રોજ પૂજા અને દર્શનની માંગણીને લઈને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ કેસની સુનાવણી થતી રહી અને 26 એપ્રિલ 2022ના રોજ વારાણસીની સિવિલ કોર્ટે જ્ઞાનવાપી પરિસરના સર્વે અને તેની વીડિયોગ્રાફીના આદેશ આપ્યા.
ત્યારબાદ મે 2022માં સિવિલ કોર્ટના સર્વ કરાવવાના નિર્ણયને મુસ્લિમ પક્ષે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થતા પહેલા જ મે 2022માં જ્ઞાનવાપી પરિસરનો સર્વે થયો. સર્વે રિપોર્ટ મળતા જ વારાણસી સિવિલ કોર્ટે પરિસરના તે વિસ્તારને સીલ કરાવવાનો આદેશ આપ્યો જ્યાં શિવલિંગ મળવાનો દાવો કરાયો.
જ્ઞાનવાપી વિવાદ પર 17 મે 2022ા રોજ સુપ્રીમ કોર્ટે 'શિવલિંગ' ની સુરક્ષા વઝુખાનાને સીલ કરવાનો આદેશ આપ્યો. પરંતુ મસ્જિદમાં નમાજ ચાલુ રાખવાની મંજૂરી આપી. 11 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી વઝુખાનામાં મળેલી શિવલિંગ જેવી આકૃતિને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો. આ સમગ્ર મામલામાં 21 જુલાઈના રોજ વારાણસીના જિલ્લા જજે ASI સર્વેનો આદેશ આપ્યો.
દેશને પહેલું 'મેઈડ ઈન ઈન્ડિયા' વિમાન 2026માં મળશે! ગુજરાતના આ શહેરમાં બનશે
નોંધનીય છે કે જ્ઞાનવાપીને લઈને બધાના પોત પોતાના દાવા છે અને પોતાની દલીલ છે. પરંતુ જ્ઞાનવાપીમાં ગત સર્વે દરમિયાન જે પુરાવા મળ્યા અને હવે ASI ના સર્વેમાં જે તથ્ય મળશે તેનાથી આખી તસવીર સ્પષ્ટ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube