Schools Closed: કોરોનાની જેમ ઘાતક બની રહ્યો છે H3N2 વાયરસ, આ રાજ્યમાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય
Schools Closed due to H3N2 virus: H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યો છે.
Schools Closed due to H3N2 virus: દેશ કોરોના વાયરસથી બહાર આવી રહ્યો છે કે આ દરમિયાન H3N2 નામના નવા વાયરસે દસ્તક આપી છે. તેના કેસો પણ ઘણા રાજ્યોમાં સતત કેટલાંક અઠવાડિયાથી જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારોએ આનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. આ સાથે, આ વાયરસથી સંબંધિત કોઈપણ પીડિત વિશે માહિતી માંગવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી રહ્યો છે.
ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ
પુડુચેરીના શિક્ષણ મંત્રી નમસ્શિવમે H3N2 વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. હાલમાં આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
70 થી વધુ કેસ નોંધાયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુડુચેરીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના 79 કેસ નોંધાયા છે. જો કે, રાજ્યમાં હજુ સુધી કોઈ મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગે કેસોની વધતી સંખ્યા પર નજર રાખવા હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરી દીધા છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો
H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું.
આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ
રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube