H3N2, Viral infections, Union Health Ministry: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખાસ કરીને H3N2 વાયરસના કારણે મોટી મોટી હોસ્પિટલો અને વિશેષજ્ઞો તથા ટોચના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજી અને દેશમાં વાયરલ સંક્રમણના કેસમાં વધારા પર ચર્ચા કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અધિકારીએ સોમવારે કહ્યું કે દેશમાં કોવિડ કેસોમાં કમીની સાથે એક નવા વાયરસ (H3N2 virus)ના ઉભરવાના કારણે વાયરસ સંક્રમણ ખુબ વધી ગયું છે. જેના કારણે વિશેષજ્ઞો સતત સાવધાની વર્તવાની સલાહ આપી રહ્યા છે. એક્સપર્ટે કહ્યું કે વાયરસ એવા લોકો માટે ગંભીર બની શકે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અથવા તો અનેક બીમારીઓથી પીડાય છે. 


શુક્લાએ કહ્યું કે તમામ વાયરલ તાવમાં લક્ષ્ણો લગભગ સમાન હોય છે. તમારી નાક વહી શકે છે, તમને હળવી ઊધરસ થઈ શકે છે. તાવ આવી શકે છે. શરીર તૂટી શકે છે. માથાનો દુ:ખાવો થઈ શકે છે. આ સામાન્ય લક્ષણો છે. શરૂઆતમાં એ જાણવું મુશ્કેલ બની શકે છે કે કયો વાયરલ છે. તમને સંક્રમણ છે તો તેના માટે કેટલાક પરીક્ષણ કરવા પડે. પરંતુ આઈસીએમઆર વગેરેએ જે સ્ટડી કર્યો છે તેનાથી જાણવા મળ્યું છે કે હાલમાં જે મોટા પાયે સંક્રમણ થઈ રહ્યું છે તે H3N2 છે અને તે કોવિડ નથી. 


લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી


આ 'સંત'ના તો PM મોદી પણ છે ફેન, અંબાણી બ્રધર્સના ઝઘડામાં કરાવી હતી મધ્યસ્થતા!


જો તમે ભજીયા ખાતા હોવ તો સાવધાન!, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લો નહીં તો મુશ્કેલીમાં મુકાશો


વિશેષજ્ઞોએ કહ્યું કે અમે જે નિર્ણય લીધો છે તે એ છે કે જો લોકો સામૂહિક રીતે ભેગા થવાનું ચાલુ રાખશે તો ખાસ કરીને ત્યાં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ રહે છે. જેમ કે હોસ્પિટલ કારણ કે ત્યાં અનેક રોગથી પીડાતા લોકો આવતા હોય છે તો માસ્ક એવા લોકો માટે માસ્ક પહેરવું સારું રહેશે. કારણ કે માસ્ક ફક્ત કોવિડને જ નહીં પરંતુ અન્ય વાયરલ સંક્રમણને પણ રોકે છે. 


સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે એવા વાયરસ માટે એક રસીકરણ અભિયાન શરૂ કરવા ઉપર પણ વિચાર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હાથ ધોવા જેવી સ્વસ્થય પ્રથાઓનું પાલન કરવું પણ મહત્વનું છે. જેમ કે લોકો કોવિડ સમયાગાળામાં કર્યું હતું. તેમણે કહ્યું કે સ્વસ્છતા, પોતાના હાથ વારંવાર ધોવા અને માસ્ક પહેરવું જેવી સ્વસ્થ પ્રથાઓનું પાલન કરવું તેમાં મદદરૂપ થઈ શકે છે અને અમે એ પણ વિચારી રહ્યા છી કે શું આપણે આ વાયરસો માટે રસીકરણ શરૂ કરવું જોઈએ કારણ કે અમેરિકા જેવા અનેક દેશો અને ઘણા યુરોપિયન દેશો નિયમિતપણે રસીકરણ કરી રહ્યા છે. કારણ કે ધારા ઝડપથી બદલાય છે. આથી દર વર્ષે તેઓ લોકોને સુરક્ષા વધારે છે અને વિચાર લોકોને આ વાયરસથી બચાવવાનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube