Nainital DM Vandana Singh On Haldwani Violence: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગઈ કાલે સાંજે જે પણ કઈ થયું તેની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ આજુબાજુના ઘરોના ધાબે પથ્થરો રાખવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનને પણ ફૂંકવાની કોશિશ કરાઈ હતી. ભીડ પોલીસકર્મીઓને જીવતા બાળી મૂકવા માટે આવી હતી. નૈનીતાલના જિલ્લાધિકારી વંદના સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને શહેરની શાંતિ ભંગ કરનારા બનભૂલપુરાના ઉપદ્રવીઓની પોલ ખોલીને મૂકી દીધી. 


તેમણે જણાવ્યું કે ગઈ કાલે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરતા જ ભીડ ભેગી થવાનું શરૂ થઈ ગયું હતું. પોલીસ મથક પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા. પોલીસ મથકની બહાર ગાડીઓ ફૂંકી મારી. ત્યાં હાજર પોલીસ અધિકારીઓ પર હુમલો એવા સમયે કરાયો જ્યારે ફોર્સ એકદમ શાંત હતી. નૈનીતાલના જિલ્લાધિકારીએ આજે જણાવ્યું કે ઉપદ્રવીઓની પહેલેથી તૈયારી હતી. કારણ વગર પોલીસ ટીમ પર હુમલો કરાયો. પોલીસ મથકમાં હજાર પોલીસકર્મીઓને જીવતા બાળી મૂકવાની કોશિશ કરવામાં આવી. ડીએમએ વીડિયો દેખાડીને કહ્યું કે થોડા સમય પહેલા આ વિસ્તારના ઘરોના ધાબા ખાલી હતા. જો કે ગઈ કાલે આગચંપી શરૂ થયા બાદ જ્યારે ડ્રોનથી તસવીરો લેવામાં આવી તો ધાબા ખાલી નહતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube