Hanuman Chalisa Row: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા 6 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં
Navneet Rana Sent To Judicial Custody: મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાયક રવિ રાણાને આજે મોટો ઝટકો મળ્યો છે.
Navneet Rana Sent To Judicial Custody: મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાયક રવિ રાણાને આજે મોટો ઝટકો મળ્યો છે. બાન્દ્રા કોર્ટે 154 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. રાણા દંપત્તિને આજે બાન્દ્રા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે આજે જ નવનીત રાણા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કોર્ટે રિમાન્ડની માગણી ફગાવી
આજે બંનેને બાન્દ્રા કોર્ટમાં હાજર કરાયા હતા. બંનેની પોલીસ કસ્ટડી માંગવામાં આવી જેને ફગાવી દેવાઈ. કોર્ટે બંનેને 6 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર 29મી એપ્રિલે સુનાવણી થશે.
આ દિગ્ગજ નેતાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિદેશી નેતા આવે છે ભારત, પણ જાય છે ફક્ત ગુજરાત'
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube