આ દિગ્ગજ નેતાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિદેશી નેતા આવે છે ભારત, પણ જાય છે ફક્ત ગુજરાત'
થોડા દિવસ પહેલા જ એનસીપી દ્વારા વીડિયો બહાર પાડીને સંકેત અપાયા હતા કે રેલીમાં તમામ વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
Trending Photos
Sharad Pawar on Narendra Modi Government: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારે કોલ્હાપુરમાં આયોજિત સંકલ્પ યાત્રામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ એનસીપી દ્વારા વીડિયો બહાર પાડીને સંકેત અપાયા હતા કે રેલીમાં તમામ વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
જ્હોન્સનના ગુજરાત પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ
શરદ પવારે બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનના ગુજરાત પ્રવાસ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિમ્હા હાવ, મનમોહન સિંહ બધાનો કાર્યકાળ જોયો છે. જ્યારે કોઈ અન્ય દેશથી નેતાઓ આવતા હતા તો તેઓ દિલ્હી આવતા હતા. હૈદરાબાદ કે પછી કોલકાતા જતા હતા પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હવે જે પણ આવે છે તે કહેવા માટે તો હિન્દુસ્તાન આવે છે પરંતુ જાય છે ફક્ત ગુજરાત. તેમણે ભારપૂર્વક કહ્યું કે સત્તા આવતી જતી રહે છે પરંતુ તે મગજમાં ચડવી જોઈએ નહીં. આ દરમિયાન તેમણે દિલ્હીના ઘટનાક્રમનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 'દિલ્હીની સત્તા કેજરીવાલ પાસે છે પરંતુ ગૃહ મંત્રાલય તો ભાજપ પાસે છે. જેની પાસે જે જવાબદારી છે તે ઠીકથી નિભાવી શક્યા નથી. તેનાથી દેશમાં અસ્થિરતાની ભાવના ઉછરે છે.'
I saw the tenure of Indira, Rajiv, Narasimha Rao, Manmohan. When leaders from other countries visited India (then), they would go to Delhi, Hyderabad, Kolkata. But the situation has changed now. Though they (leaders) come to India but visit Gujarat: NCP chief Sharad Pawar (23.04) pic.twitter.com/p0JPfjjFaw
— ANI (@ANI) April 24, 2022
મલિક અને દેશમુખને નકલી કેસમાં ફસાવ્યા
શરદ પવારે કહ્યું કે સત્તાનો દુરઉપયોગ થવો જોઈએ નહીં. આજકાલ ઈડી, સીબીઆઈ અને અન્ય એજન્સીઓ દ્વારા વિરોધીઓ પર દબાણ બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. એનસીપીના બે સહયોગીઓને જેલમાં નાખ્યા છે. નવાબ મલિક અને અનિલ દેશમુખને નકલી કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મલિકે 20 વર્ષ પહેલા જમીન લીધી હતી પરંતુ તેમાં કમી કાઢીને ફસાવવામાં આવ્યા.
આ સંકલ્પ યાત્રા દરમિયાન પવારે એમ પણ કહ્યું કે તેઓ શિવાજી, શાહુ, ફૂલેનું નામ લેતા નથી એટલે તેમને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા. યાત્રા દરમિયાન એનસીપીને 2024 સુધીમાં નંબર વન પાર્ટી બનવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સંકલ્પ યાત્રાને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે આજે સમાજનું ચિત્ર અલગ જોવા મળે છે. લોકોને લડાવવાનું ષડયંત્ર ચાલુ છે. કોલ્હાપુરમાં આયોજિત થયેલી આ સંકલ્પ યાત્રામાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઉપરાંત અજિત પવાર, છગન ભૂજબળ, સુપ્રિયા સૂલે, હસન મુશરિફ, જયંત પાટિલ અને રાજેશ ટોપે સહિત એનસીપી કોટાના મંત્રીઓ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે