Happy Birthday Mirza Ghalib: દિલ-એ-નાદાઁ તુજે હુઆ ક્યા હૈ, આજે પણ નથી ભૂલાઈ ગાલિબ સાહેબની આ 5 દિલચસ્પ શાયરી
શાયરીની દુનિયામાં એક મોટું નામ કહી શકાય એવા મિર્ઝા ગાલિબનો આજે જન્મદિવસ છે. 27 ડિસેમ્બર 1797ના રોજ આગ્રામાં મિર્ઝા ગાલિબનો જન્મ થયો હતો. મિર્ઝા ગાલિબના દિલમાંથી નીકળેલા શબ્દો કલમની અણી પર આવીને અટકે છે. ગાલિબ અને શાયરીનો અનેરો નાતો છે. તો આજે તેમના જન્મદિવસ નિમિતે ગાલિબ સાહેબની 5 ચુનિંદા શાયરીઓથી પરીચિત કરાવીએ...
Birth Anniversary of Mirza Galib: શાયરીની દુનિયામાં એક મોટું નામ કહી શકાય એવા મિર્ઝા ગાલિબનો આજે જન્મદિવસ છે. 27 ડિસેમ્બર 1797ના રોજ આગ્રામાં મિર્ઝા ગાલિબનો જન્મ થયો હતો. મિર્ઝા ગાલિબના દિલમાંથી નીકળેલા શબ્દો કલમની અણી પર આવીને અટકે છે. ગાલિબ અને શાયરીનો અનેરો નાતો છે. તો આજે તેમના જન્મદિવસ નિમિતે ગાલિબ સાહેબની 5 ચુનિંદા શાયરીઓથી પરીચિત કરાવીએ...
હઝારો ખ્વાહીશ એસી કી હર ખ્વાહિશ પે દમ નિકલે
બહુત નિકલે મેરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે
દિલ-એ-નાદાઁ તુજે હુઆ ક્યા હૈ
આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ
કિતના ખૌફ હોતા હૈ શામ કે અંધેરો મેં
પૂછ ઉન પરિંદો કો જીનકે ઘર નહીં હોતે
હમે પતા હૈ કી તુમ કહીં ઓર કે મુસાફિર હો
હમારા શહર તો બસ યૂં હી રાસ્તે મેં આયા થા
મૈં નાદાન થા જો વફા કો તલાશ કરતા રહા ગાલીબ
યે ન સોચા કી એક દિન અપની સાઁસ ભી બેવફા હો જાયેગી
અસદ ઉલ્લાહ ખાન ગાલિબ ઉર્દૂ અને ફારસી શાયર હતા. જેમનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ના રોજ આગ્રામાં થયેલો. ગાલિબનાં લગ્ન ૧૮૧૦ની ૯મી ઓગસ્ટે ૧૩ વર્ષની વયે દિલ્હીના પ્રસિદ્ધ ઘરાના ઈલાહી બખ્શ ‘મારુફ’ની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયાં પછી તેઓ દિલ્હી આવીને વસ્યા હતાં.
11 વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું-
મિર્ઝા ગાલિબે માત્ર 11 વર્ષની નાની ઉંમરે શાયરી લખવાનું શરૂ કર્યું હતું. તેમની શાયરીમાં દેખાતી પીડાએ તેમને લોકોમાં ખૂબ લોકપ્રિય બનાવ્યા. આ દર્દ પાછળનું સાચું કારણ તેમનું પોતાનું અંગત જીવન હતું જે ઘણા દુ:ખ અને મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું. તેણે નાની ઉંમરમાં જ તેના માતા-પિતાને ગુમાવી દીધા હતા. મિર્ઝા ગાલિબનો મોટાભાગનો સમય દિલ્હીમાં વિત્યો હતો. મિર્ઝા ગાલિબ જીવનભર આર્થિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા રહ્યા. આટલું જ નહીં, માત્ર 13 વર્ષની ઉંમરમાં તેણે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી ગાલિબ દિલ્હીમાં વસ્યા હતા.
શ્રેષ્ઠ ઉર્દૂ અને ફારસી કવિ એટલે અસદ ઉલ્લાહખાન અને ‘ગાલિબ’ તેમનું તખલ્લુસ હતું. શરૂઆતમાં ‘અસદ’ ઉપનામથી પણ તેમણે ગઝલો લખી હતી. તેમના પૂર્વજો અયબક તુર્કમાન હતા અને અઢારમી સદીમાં શાહઆલમના શાસનકાળ દરમિયાન હિંદુસ્તાન આવી વસેલા. પિતા મિર્ઝા અબ્દુલ્લા બેગ ખાન લશ્કરમાં અધિકારી હતા. ગાલિબના દાદા મિર્ઝા કોકીન બેગ શાહઆલમના દરબારમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેમણે ‘મકતાબ’માં શિક્ષણ લીધું. તેમની માતાનું નામ ઇજ્જત-ઉન-નિસા બેગમ હતું. ફારસી ભાષામાં તેમણે ‘ચિરાગ-એ-દૈર’ (મંદિરનો અક્ષયદીપ) નામે મસનવી ખંડકાવ્ય રચ્યું. તેમાં પરધર્મસહિષ્ણુતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે માનતા કે ભારત દેશ એક મહાન મંદિર છે અને બનારસ શહેર એ મંદિરનો અક્ષયદીપ છે. ‘વહદતે વજૂદ’માં તેમણે ચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત ઈશ્વરની કલ્પના રજૂ કરી છે. તે અદ્વૈતના પુરસ્કર્તા હતા.