નવી દિલ્હીઃ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પર દેશને ખોટી જાણકારીઓ આપવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૂઠા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. ફોલ્સ નેરેટિવ તૈયાર કરવામાં આવ્યા. છેલ્લા કેટલાક દિવસથી ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને તેને વેનિટી પ્રોજેક્ટ કહેવામાં આવ્યો. તેની જરૂર નથી. કેટલાક લોકોએ તેને 13 હજાર 400 કરોડમાં બનનાર મોદી મહેલ કહ્યો. પરંતુ હુ પૂછુ છું કે આ આંકડા ક્યાંથી આવ્યા? તેનો જવાબ આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ, 1300 કરોડ ખર્ચ
કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટના ખર્ચ પર સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સમયે માત્ર બે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ છે નવુ સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ. હરદીપ પુરીએ કહ્યુ કે, નવા સંસદ ભવનનો ખર્ચ 862 કરોડ અને સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂનો ખર્ચ 477 કરોડ છે. કુલ મળીને આ ખર્ચ લગભગ 1300 કરોડ રૂપિયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્ષ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નવી સંસદમાં થશે. 


બે અલગ-અલગ કોરોના રસીના ડોઝ લગાવવાથી શું થશે અસર? રિસર્ચ કરાવશે સરકાર  


રાજીવ ગાંધીના સમયથી હતી નવી સંસદની જરૂરીયાત
તેમણે કહ્યું કે, રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારથી નવા સંસદ ભવનની જરૂરીયાત વ્યક્ત કરવામાં આવી રહી હતી, કારણ કે જૂની બિલ્ડિંગ સમારકામ કરવા લાયક રહી નથી. તેમણે કહ્યું કે, 2012માં આ મુદ્દા પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક લેખ પણ લખ્યો હતો, જેમાં તેમણે નવી સંસદની જરૂરીયાત જણાવી હતી.


વેક્સિન માટે ફંડ ઉપલબ્ધ
કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, કેટલાક લોકો વેક્સિનનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે, પરંતુ અમારી સરકારે વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જો તે માટે વધુ પૈસાની જરૂર પડે તો પણ વ્યવસ્થા કરવામાં આવશે. 


મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ પર પ્રતિબંધની માંગ કરતી અરજી નકારી દીધી છે અને અરજી કરનાર પર એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube