બે અલગ-અલગ કોરોના રસીના ડોઝ લગાવવાથી શું થશે અસર? રિસર્ચ કરાવશે સરકાર

ડો. એનકે અરોડાએ જણાવ્યુ કે, એક ડોઝ કોઈ વેક્સિન અને બીજો ડોઝ અન્ય વેક્સિનનો મિક્સ કરી તેનું પરિણામ જોવામાં આવશે. તેના પર આગામી સપ્તાહમાં સ્ટડી શરૂ કરવાની યોજના છે. 

બે અલગ-અલગ કોરોના રસીના ડોઝ લગાવવાથી શું થશે અસર? રિસર્ચ કરાવશે સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં જલદી રસીકરણ અભિયાનમાં તેજી આવી શકે છે. તે માટે ન માત્ર રસીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધારવામાં આવી રહ્યું છે પરંતુ બે અલગ-અલગ કંપનીઓની કોરોના વેક્સિનના ડોઝ મિક્સ કરીને આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇટેશન (એનટીએજીઆઈ) હેઠળ કામ કરી રહેલા કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો. એન કે અરોડાએ જણાવ્યુ કે, આગામી કેટલાક સપ્તાહમાં બે અલગ-અલગ વેક્સિનની મિક્સિંગ કરી તે તપાસ કરવામાં આવશે કે શું તેનાથી રસીની અસર વધી રહી છે. 

ડો. એનકે અરોડાએ જણાવ્યુ કે, એક ડોઝ કોઈ વેક્સિન અને બીજો ડોઝ અન્ય વેક્સિનનો મિક્સ કરી તેનું પરિણામ જોવામાં આવશે. તેના પર આગામી સપ્તાહમાં સ્ટડી શરૂ કરવાની યોજના છે. 

— ANI (@ANI) May 31, 2021

તેમણે જણાવ્યું કે રવિવારે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, તે જૂન મહિનાથી 10થી 12 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે, જે હાલની તુલનામાં આશરે 50 ટકા વધુ છે. ભારત બાયોટેક પણ જુલાઈના અંત સુધી કોવૈક્સીનનું ઉત્પાદન વધારવાની છે. 

ડો. એનકે અરોડા પ્રમાણે ઓગસ્ટના અંત સુધી ભારતમાં દર મહિને રસીના 20થી 25 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. આ સિવાય અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટો કે પછી વિદેશથી આવનારી વેક્સિનને જોડવામાં આવે તો 5થી 6 કરોડ વધારાના ડોઝ ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, હાલ સરકારનું લક્ષ્ય દેશમાં દરરોજ 1 કરોડ રસીના ડોઝ આપવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news