નવી દિલ્હી : જાણીતા વકીલ હરીશ સાલ્વેએ ગુરૂવારે કહ્યું કે, હું આશાવાદી છું અને જો પાકિસ્તાન કુલભૂષણ જાદવ મુદ્દે નિષ્પક્ષ સુનવણી નહી કરે તો અમે ફરીથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જશે. હરીશ સાલ્વેએ ભારતનું આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે. દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભુષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવા માટે ફીઝ તરીકે માત્ર એક રૂપિયો લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: કર્ણાટક સંકટ ઘેરુ બન્યું, વિધાનસભા કાલ માટે સ્થગીત, BJP ધારાસભ્યો આખી રાત કરશે ધરણા
બીજી તરફ પાકિસ્તાને જાદવે જાસુસ સાબિત કરવા માટે પોતાનાં વકીલ પર 20 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચ કર્યો. તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 15 મે, 2017ના રોજ એક ટ્વીટમાં માહિતી આપી હતી કે હરીશ સાલ્વેએ જાધવને કેસ લડવા માટે એક રૂપિયો લીધો હતો. આ સાથે જ આઇસીજેએ જાધવ પર રાજદ્વારી પહોંચ પુરી પાડવા માટેની ભારતની માંગને યોગ્ય ઠેરવી છે અને ભારત પક્ષે ચુકાદો આપ્યો છે. હવે ભારતીય હાઇકમિશન જાધવ સાથે મુલાકાત કરી શકશે અને તેમને વકીલ અને અન્ય કાયદાકીય સુવિધાઓ આપી શકશે. 


કુલભૂષણ મુદ્દે ભારતનો વ્યંગ: પાક.ની મજબુરી જેથી નાગરિકોને ખોટુ કહી રહ્યું છે
બાળકની આંખમાંથી મગજ સુધી ઘુસી ગયો સળીયો, ડૉક્ટરે ભગવાન બની બચાવ્યો જીવ
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા ભારતીય નાગરિક અને પૂર્વ નેવી અધિકારી જાધવની ધરપકડ કરી લીધી હતી. પાકિસ્તાનનો દાવો હતો કે તે પાકિસ્તાનમાં જાસુસી કરી રહ્યા હતા. જ્યારે ભારતનો દાવો છે કે તે ઇરાનમાં હતા. જ્યાંથી પાકિસ્તાન દ્વારા તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમના પર ખોટા જાસુસીનાં ગુના લગાવીને ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા બનાવવામાં આવ્યો હતો.