હરિયાણા ચૂંટણી 2019 : ભાજપ-કોંગ્રેસની લડાઈમાં દુષ્યંત ચૌટાલા કેવી રીતે બન્યો `કિંગમેકર`?
દુષ્યંત ચૌટાલાની માત્ર 11 મહિના પહેલા જ બનેલી જનનાયક જનતા પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર 10 સીટ મળી છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેને સરકાર બનાવવા માટે તેના ટેકાની જરૂર છે. ચાવી ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણીમાં ઉતરેલી જેજેપીને જનતાએ હરિયાણાની ભાવી સરકારની `ચાવી` આપી છે.
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019નું પરિણામ આવી ગયું છે. અહીં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી, પરંતુ માત્ર 31 વર્ષનો દુષ્યંત ચૌટાલા 'કિંગમેકર' બની ગયો છે. દુષ્યંત ચૌટાલાની માત્ર 11 મહિના પહેલા જ બનેલી જનનાયક જનતા પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર 10 સીટ મળી છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેને સરકાર બનાવવા માટે તેના ટેકાની જરૂર છે. ચાવી ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણીમાં ઉતરેલી જેજેપીને જનતાએ હરિયાણાની ભાવી સરકારની 'ચાવી' આપી છે. આવો 7 પોઈન્ટમાં સમજીએ દુષ્યંત ચૌટાલા કેવી રીતે હરિયાણામાં આટલો ખાસ બની ગયો છે.
1. INLDમાં ફાટફૂટ પછી પરિવારના ભાગલા
2014ની વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયન નેશનલ લોકદલ (INLD) બીજા નંબરે રહી હતી, પરંતુ દુષ્યંત ચૌટાલા તેમાંથી છૂટો પડી ગયો. કાકા અભય ચૌટાલાના કારણે પાર્ટીમાં દુષ્યંતનું કોઈ મહત્વ ન હતું. આથી તેણે અલગ થવાનો નિર્ણય લીધો.
2. ડિસેમ્બર, 2018માં જનનાયક જનતા પાર્ટી બનાવી
દુષ્યંત ચૌટાલાએ ડિસેમ્બર 2018માં પોતાની 'જનનાયક જનતા પાર્ટી' બનાવી. આ પાર્ટીના નિર્માણની સાથે જ INLDના મોટાભાગના કાર્યકર્તા આ પાર્ટીમાં આવી ગયા. એટલે પાર્ટી નવી હતી, પરંતુ તેની પાસે કાર્યકર્તાઓ જુના હતા, એટલે ચૂંટણી પ્રચારમાં પાર્ટીને ભરપૂર ફાયદો થયો.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019: 40 સીટ સાથે ભાજપ સૌથી મોટો પક્ષ
3. એક વર્ષમાં રાજકીય પાયો નાખ્યો
દુષ્યંત ચૌટાલા અંગે કહેવાય છે કે તે ખુબ જ ઉત્સાહી છે. તેના અંદર જુસ્સાનો અભાવ નથી. માત્ર 11 મહિનામાં જ પોતાની નવી પાર્ટીને ચૂંટણીમાં લડવા લાયક બનાવવામાં તે સફળ થયો.
4. ડોર ટૂ ડોર કેમ્પેઈન
ભાજપ અને કોંગ્રેસ એક બાજુ મોટી-મોટી રેલીઓ અને રોડ શો કરી રહ્યા હતા તો બીજી તરફ જેજેપીએ ડોર ટૂ ડોર કેમ્પેઈન કર્યું. ટીવી ચેનલો અને અખબારો પણ ભાજપની જાહેરાતોથી ભરેલા હતા. તેના વિકલ્પ તરીકે જેજેપીએ સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પોતાની વાત પહોંચાડી, જેનો તેને ફાયદો થયો.
હરિયાણામાં પ્રજાએ ભાજપને બોધપાઠ ભણાવ્યો છે, કોંગ્રેસ સરકાર બનાવશેઃ કુમારી શૈલજા
5. BJPથી નારાજ જાટ વોટ બેન્ક એક્ઠી કરી
મનોહર લાલ ખટ્ટરની સરકારથી જેટલી જનતા નારાજ છે, તેની સામે જેજેપી પોતાને મજબૂત વિકલ્પ તરીકે રજુ કરી શકી. હરિયાણામાં મોટી વસતીએ કોંગ્રેસના ભપિંદર સિંહ હુડ્ડાના શાસનથી કંટાળીને ભાજપને વોટ આપ્યો હતો. હવે, ભાજપની ખટ્ટર સરકાર પાસે પણ કોઈ આશરો ન મળતાં જેજેપીને ટેકો આપ્યો.
6. જાટોને મનાવામાં રહ્યો સફળ
હરિયાણામાં 25 ટકા વોટ જાટના છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જાટ વિરુદ્ધ બિન જાટ રાજનીતિનો ટ્રેડ શરૂ કર્યો હતો. આ કારણે હરિયાણાના જાટ ખુદને ઉપેક્ષિત સમજતા હતા. જાટ વોટર લગભગ 30 સીટ પર નિર્ણાયક ભૂમિકામાં છે. જેજેપીએ આ 30 સીટ પર ફોકસ કર્યું અને તેમાંથી 10 સીટ જીતી લીધી.
હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય
7. સૌથી વધુ જાટને ટિકિટ આપી
હરિયાણામાં ટીકીટ વહેંચણી પર નજર દોડાવીએ તો જેજેપીએ સૌથી વધુ 34 ટકા જાટ ઉમેદવારને ટિકિટ આપી હતી. તેના કાકા અભય ચોટાલાએ પણ સમાજના આટલા જ લોકોને ટિકિટ આપી હતી. કોંગ્રેસે 27, ભાજપે 10, આપ 15 અને બીએસપીએ 6 જાટ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. સીટ વહેંચણીથી પણ દુષ્યંત પ્રજાને એ સંદેશો આપવામાં સફળ રહ્યા કે તે જાટનો અસલી ચહેરો છે.
હરિયાણામાં JJP બની કિંગ મેકર, દુષ્યંત ચૌટાલાએ કહ્યું સત્તાની ચાવી અમારા હાથમાં'
વિદેશમાં અભ્યાસ કર્યો છે દુષ્યંતે
દુષ્યંત ચૌટાલાના હિસારનો છે. હરિયાણાના કદાવર નેતા ચૌધરી દેવીલાલના પરિવારનો છે અને ઓમપ્રકાશ ચૌટાલાનો પૌત્ર છે. જોકે, તેણે રાજકીય ક્ષેત્રે જાતે જ પોતાની સાખ બનાવી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈને હરાવ્યા પછી તે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે તેણે સૌથી નાની વયના સાંસદ બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
જુઓ LIVE TV....