હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019: 40 સીટ સાથે ભાજપ સૌથી મોટો પક્ષ
રાજ્યમાં ભાજપને 36.5 ટકા વોટ મળ્યા છે, કોંગ્રેસને 28 ટકા વોટ મળ્યા છે અને ત્રીજા નંબરની જેજેપીને 27 ટકા વોટ મળ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો વિજય થયો છે, પરંતુ તેમના અનેક મંત્રી હારી ગયા છે.
Trending Photos
ચંડીગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીનું 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થઈ ગયું છે. મોટી રાત્રે જાહેર થયેલા પરિણામ મુજબ 40 બેઠક પર વિજય સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. ત્યાર પછી બીજા નંબરે કોંગ્રેસ પાર્ટી છે, જેણે 31 સીટ જીતી છે. હરિયાણામાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનાર દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીને 10 સીટ મળી છે અને તે રાજ્યમાં ત્રીજા ક્રમની સાથે જ કિંગમેકર પાર્ટી બની છે.
આ ઉપરાંત રાજ્યમાં 7 અપક્ષ વિજયી બન્યા છે. હરિયાણા લોકહિત પાર્ટી અને ઈન્ડિયન નેશનલ લોક દલના 1-1 ઉમેદવારનો વિધાનસભા ચૂંટણીમાં વિજય મળ્યો છે. રાજ્ય વિધાનસભાની 90 બેઠકમાંથી 89 બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે અને એક બેઠક પર ભાજપનો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે, એટલે તેનો વિજય પાકો છે. આ રીતે, હરિયાણામાં ચૂંટણી પરિણામ પછી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ છે.
હરિયાણા પરિણામ 2019
પાર્ટી સીટ
ભાજપ 40
કોંગ્રેસ 31
જેજેપી 10
અપક્ષ 07
અન્ય 02
કુલ 90
રાજ્યમાં ભાજપને 36.5 ટકા વોટ મળ્યા છે, કોંગ્રેસને 28 ટકા વોટ મળ્યા છે અને ત્રીજા નંબરની જેજેપીને 27 ટકા વોટ મળ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો વિજય થયો છે, પરંતુ તેમના અનેક મંત્રી હારી ગયા છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે