ગાજિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં હર્ષ ઇએનટી હોસ્પિટલે યૂપી પોલીસ (UP Police) સારવાર ન કરાવે તે માટે ગેટ પર નોટીસ લગાવી દીધી છે. નોટીસમાં લખ્યું છે કે તમામ યૂપી પોલીસવાળાઓને સૂચિત કરવામાં આવે છે કે કૃપિયા અમારી હોસ્પિટલમાં ન આવે. અમારા સ્ટાફને રાજનગર સેક્ટર-9ની ચોકીના પોલીસકર્મીઓ દ્વારા હેરાન કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ તેના વિપરીત હર્ષ ઇએનટી હોસ્પિટલ દ્વારા સેનાના જવાનો સાથે ચર્ચા કરી ચાર્જ ન લેવાની નોટીસ પણ લગાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમારા ત્યાં ફૌજીઓને મુલાકાત ચાર્જ આપવાની જરૂર નથી. તમે અમારી ફી બોર્ડર પર આપી રહ્યા છો. કૃપિયા પોતાનું આઇડી કાર્ડ સાથે લઇ આવો. 


જોકે હર્ષ ઇએનટી હોસ્પિટલનો આરોપ છે કે રાજ નગરના સેક્ટર 9ની પોલીસ ચોકીમાં તૈનાત પોલીસકર્મીએ હોસ્પિટલના એક સ્ટાફ મેમ્બર્સને પરેશાન કર્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ મેમ્બર પોતાની બાઇક પર હોસ્પિટલના કપડા લઇને સાફ કરવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તે સ્ટાફ મેમ્બર્સને રોક્યો હતો અને પછી બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ. તેથી પરેશાન થઇ હર્ષ ઇએનટી હોસ્પિટલના ગેટ પર યૂપી પોલીસની સારવાર ન કરવા માટે નોટીસ લગાવી દીધી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર