Coronavirus Vaccine: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે કરશે મોટી જાહેરાત!, જાણો વિગતો
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.
નવી દિલ્હી: આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr.Harsh vardhan) આજે જણાવશે કે કોરોનાની રસી (Corona Vaccine) ક્યારે આવશે અને તેનો પહેલો ડોઝ કોને અપાશે. દેશને કોરોનાની રસી મળવાનો પ્લાન આજે જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 65 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75,829 દર્દીઓ નોંધાયા છે.
AIIMSનો રિપોર્ટ કહે છે 'સુશાંતે કરી હતી આત્મહત્યા', છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર
સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આજે બપોરે એક વાગે દેશ સામે બધી વિગતો જાહેર કરશે. ભારતમાં 3 વેક્સિનની હ્યુમન ટ્રાયલ ચાલુ છે. જેમાંથી બે સ્વદેશી છે. બીજા દેશોમાં વિક્સિત થઈ રહેલી રસીઓ ઉપર પણ ભારત સરકારની નજર છે.
Hathras Case માં નવો વળાંક, પીડિત પરિવાર Narco Test કરાવવા માટે તૈયાર નથી
કોરોનાથી મૃત્યુનો આંક એક લાખને પાર
દેશમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુનો આંકડો હવે એક લાખને પાર ગયો છે. એક જ દિવસમાં કોરોનાથી 940 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,01,782 થયો છે. જો કે એક રાહતની વાત એ છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. દુનિયાભરમા રિકવરી રેટ મામલે ભારત ટોચ પર છે. આ રોગને માત આપવામાં સફળતા મેળવનારા વિશ્વભરના 21 ટકા લોકો ભારતમાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube