નવી દિલ્હીઃ કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં સામેલ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના નેતા હરસિમરન કૌરે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મહત્વનું છે કે, ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે. ગુરૂવારે જ્યારે બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો તો શિરોમણી અકાલી દળના સાસંદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, શિરોમણી અકાલી દળના સભ્ય અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સરકારમાંથી રાજીનામુ આપશે. અમે આ નિર્ણય બિલના વિરોધમાં લીધો છે. સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. તેનાથી 20 લાખ ખેડૂતો પર અસર પડશે. આઝાદી બાદ દરેક રાજ્યએ પોતાની યોજના બનાવી. પંજાબની સરકારે છેલ્લા 50 વર્ષમાં ખેતીને લઈને ઘણા કામ કર્યાં છે. પંજાબમાં ખેડૂત ખેતીને પોતાનું બાળક સમજે છે. પંજાબ પોતાનું પાણી દેશવાસીને કુરબાન કરી દે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube