ચંદીગઢઃ કેન્દ્ર સરકારના મંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌર બાદલ અને તેમની પાર્ટી અકાલી દળનું વલણ આક્રમક થઈ ગયું છે. નરેન્દ્ર મોદી સરકાર સાથે કૃષિ બિલના મુદ્દા પર થયેલા અસંતોષને કારણે અકાલી દળ કિસાનો સાથે આર-પારની લડાઈ લડવાના મૂડમાં છે. અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે ગુરૂવારે કહ્યું કે, અમે પહેલા હાથ જોડતા હતા, પરંતુ હવે અમે દિલ્હીની દીવાલો હલાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરસિમરત કૌર બાદલનું નિવેદન કિસાનોના તે વિરોધની વચ્ચે આવ્યું છે, જેની અસર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના તમામ ભાગમાં જોવા મળી રહ્યો છે. હરસિમરત કૌર બાદલ આજે દમદમા સાહિબમાં પોતાના હજારો સમર્થકો સાથે માથુ ટેકવવા પહોંચ્યા હતા. અહીં પર પોતાના સમર્થકો અને કિસાનોને સંબોધિત કરતા બાદલે કહ્યું કે, તે કેન્દ્ર સરકાર સાથે સહમત નથી અને હવે તેમની પાર્ટી કિસાનોની લડાઈમાં સાથે છે. 


હરસિમરત કૌરે છોડ્યું હતું કેબિનેટનું પદ
અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે હાલમાં કૃષિ બિલનો વિરોધ કરતા કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. અકાલી દળે કેન્દ્રના કૃષિ બિલની વિરુદ્ધ વોટ કરતા સંસદથી લઈને રસ્તા સુધી વિરોધની લડાઈની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળના એકમાત્ર પ્રતિનિધિ હતા.


સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાન પર નિશાન- વિદેશમંત્રી બોલ્યા- સરહદ પાર આતંકવાદ મુખ્ય વૈશ્વિક પડકાર 


કેન્દ્ર સરકાર પર વાત ન સાંભળવાનો લગાવ્યો હતો આરોપ
હરસિમરત કૌર બાદલે રાજીનામુ આપ્યા બાદ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વિરોધ છતાં તેમની વાત ન સાંભળી. આ પહેલા લોકસભામમાં અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલના બિલના વિરોધમાં ચેતવણી આપતા જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ કૃષિ સંબંધી બિલના વિરોધમાં સરકારમાંથી રાજીનામુ આપશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube