હરિયાણામાં કોઈપણ સરકાર અમારા ટેકા વિના નહીં બની શકે... આ શબ્દો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના છે. જે તેમણે પક્ષના ઉમેદવારના પ્રચારમાં કહ્યા હતા. પરંતુ પરિણામોએ કોંગ્રેસ કરતાં કેજરીવાલની પાર્ટીને મોટો ઝટકો આપ્યો. રાજ્યની 89 સીટ પર લડનારી પાર્ટી એકપણ સીટ જીતી શકી નહીં. ત્યારે હરિયાણામાં AAP કેમ શૂન્યમાં આઉટ થઈ ગઈ? જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું હરિયાણાનો લાલ છું...હું હરિયાણાનો દીકરો છું....અમારા વિના સરકાર નહીં બને...આ શબ્દો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના છે. હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં પોતે હરિયાણાનો હોવાનું કહીને મતદારોને પોતાની ફેવરમાં કરવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ હરિયાણાના લોકોએ ફરી એકવાર આમ આદમી પાર્ટીના અરમાનો પર ઝાડૂ ફેરવી દીધું... 


  • આમ આદમી પાર્ટીએ 89 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા..

  • 87 બેઠકો પર AAPના ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ...

  • આમ આદમી પાર્ટીને માત્ર 1.79 ટકા મત મળ્યા...

  • પાર્ટીને ફરી એકવાર રાજ્યમાં શૂન્યથી સંતોષ માનવો પડ્યો...

  • મોટાભાગના ઉમેદવારો 1000 મતનો આંકડો પણ સ્પર્શ કરી શક્યા નહીં...


ચૂંટણી પ્રચાર મોટા-મોટા દાવા કરનારા અરવિંદ કેજરીવાલના તમામ દાવાને લોકોએ પોકળ સાબિત કરી દીધા. ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈપણ પક્ષના ટેકા વિના બની ગઈ. હરિયાણાના પરિણામ આવ્યા પછી કેજરીવાલે કહ્યું કે તે આગળની ચૂંટણી પૂરી તૈયારીની સાથે લડશે. હરિયાણામાં કેટલીક મુખ્ય સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળેલા મત પર નજર કરીએ તો...


આદમપુર બેઠક પર 1629 મત મળ્યા...
અંબાલા કેન્ટ બેઠક પર માત્ર 524 મત મળ્યા...
અંબાલા સિટી બેઠક પર 1492 મત મળ્યા..
અસંધ બેઠક પર 4281 મત મળ્યા...
અટેલી બેઠક પર માત્ર 209 મત મળ્યા...
બાદલી બેઠક પર ઉમેદવારને માત્ર 601 મત મળ્યા...
ગઢી સાંપલા-કિલોઈ બેઠક પર 895 મત મળ્યા...
ગન્નૌર બેઠક પર ઉમેદવારને માત્ર 174 મત મળ્યા...
ફિરોજપુર ઝીરકા બેઠક પર ઉમેદવારને 234 મત મળ્યા...
ફરીદાબાદ બેઠક પર ઉમેદવારને માત્ર 926 મત મળ્યા...
એલનાબાદ બેઠક પર ઉમેદવારને માત્ર 885 મત મળ્યા...
બવાની બેઠક પર ઉમેદવારને માત્ર 646 મત મળ્યા...
બહાદુરગઢ બેઠક પર ઉમેદવારને 966 મત મળ્યા...


આમ આદમી પાર્ટી 2019માં 46 બેઠક પર લડી હતી. તે સમયે પણ તમામ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. અને 5 વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં 89 બેઠકો પર પરિણામમાં કોઈ સુધારો થયો નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને શિખામણ આપવાની જગ્યાએ પોતે આત્મમંથન કરવાની જરૂર છે. કેમ કે દિલ્લી અને પંજાબમાં સરકાર હોવા છતાં તે હરિયાણામાં કેમ ખાતું પણ ખોલાવી શક્યા નહીં/