હરિયાણાની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર દેશ અને કોંગ્રેસને ચોંકાવી દીધા. તમામ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ EVM ખૂલતાં જ બાજી પલટાઈ ગઈ. જેમાં ભાજપે જીતની હેટ્રિક લગાવી તો કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી વળ્યું. ત્યારે ભાજપની જીતના શું કારણો રહ્યા?. જોઈશું આ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણા મેં જીત કી સમસ્ત દેશવાસીયો કો હાર્દિક બધાઈ... આવા પોસ્ટર લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કોંગ્રેસના કાર્યકરો ઢોલ-નગારાના તાલે નાચી રહ્યા હતા અને એકબીજાને લાડુ ખવડાવીને ઉજવણી કરી રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પૂર્ણ બહુમતની સરકારના દાવા કરી રહ્યા હતા. પરંતુ બપોર થતાં-થતાં સુધીમાં તો આખું ચિત્ર બદલાઈ ગયું. શરૂઆતમાં કોંગ્રેસે ભાજપને પાછળ છોડી દીધું. પરંતુ જેમ-જેમ ગણતરી થતી ગઈ તેમ-તેમ કોંગ્રેસની બેઠક ઓછી થતી ગઈ અને ભાજપ આગળ વધતું ગયું. નાયબ સૈનીના નેતૃત્વમાં ભાજપે ધમાકેદાર પ્રદર્શન કર્યુ અને જીતની હેટ્રિક લગાવી દીધી. જેના કારણે ભાજપ કેમ્પમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ.


હરિયાણામાં કોને કેટલી સીટો મળી
ચૂંટણી પંચના આંકડા મુજબ હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાં બહુમત માટે 46 સીટોની જરૂર પડે છે. ત્યારે ભાજપે આ ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે 48 બેઠકો કબજે કરી. જ્યારે કોંગ્રેસે 36 બેઠકો જીતી અને એક બેઠક પર આગળ છે. ઈન્ડિયન નેશનલ લોક દળે 2 સીટ અને અધર્સે 3 સીટો પર જીત મેળવી છે. આમ કુલ 89 બેઠકોનું પરિણામ આવી ગયું છે જ્યારે એક બેઠક પર હજુ બાકી છે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર આગળ છે. 


હરિયાણાના પરિણામોએ ફરી એકવાર એક્ઝિટ પોલ્સને ખોટા સાબિત કર્યા છે. ત્યારે ભાજપની જીતના કયા મહત્વપૂર્ણ કારણો રહ્યા?. તેના પર નજર કરીએ...


1. ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય હિટ રહ્યો


2. અગ્નિવીર અને ખેડૂતોના મુદ્દા પર જનતાનો સાથ મળ્યો


3. કિસાન સન્માન નિધિની રકમમાં વધારો ફાયદામાં રહ્યો


4. જાટ વોટનું ધ્રુવીકરણ થતાં વધુ બેઠક મળી


5. PM મોદીનો વિકસનો દાવ સફળ રહ્યો


6. નવા ઉમેદવારોને ટિકિટ આપવાથી ફાયદો થયો


7. બળવાખોર નેતાઓ સામે પાર્ટીએ નમતું જોખ્યું નહીં


8. દલિત મતદારો પર ફોકસ વધાર્યું


9. દુષ્યંત ચૌટાલા સાથે અંતર રાખવાથી ફાયદો થયો


10. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વેલ્ફેર સ્કીમથી લાભ થયો


હરિયાણામાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ છે. છેલ્લાં 3 ટર્મના પરિણામ પર નજર કરીએ તો...


વર્ષ 2014માં ભાજપે 33.20 ટકા મત સાથે 47 બેઠક જીતી હતી...
વર્ષ 2019માં ભાજપે 36.49 ટકા મત સાથે 40 બેઠક જીતી હતી...
વર્ષ 2024માં ભાજપે 40.03 ટકા મત સાથે 50 બેઠક જીતી...


હરિયાણા વિધાનસભા ચૂંટણીની રસપ્રદ વાતો


ભાજપે 55 લાખ 48 હજાર 800 મતો  (39.94%) મેળવીને 48 સીટ જીતી. 


કોંગ્રેસે 54 લાખ 30 હજાર 602 મત (39.09%) મેળવીને 37 જીત જીતી.


અપક્ષોએ 16 લાખ 17 હજાર 249 મત (11.64%)  લઈને 3 સીટ જીતી. 


ઈનેલોએ 5 લાખ 75 હજાર 192 મત  (4.14%) મેળવીને 2 સીટ જીતી. 


આમ આદમી પાર્ટીએ 2 લાખ 48 હજાર 455 મત  (1.79%) મેળવ્યા. 


જનનાયક જનતા પાર્ટીએ 1 લાખ 25 હજાર 22 મત  (0.90%) મેળવ્યા. 


નોટાને ફાળે 53 હજાર 300(0.38%) મત ગયા. 


1.18 લાખ મતોએ કર્યો ખેલ
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે એવું લાગે છે કે સાઈલેન્ટ વોટર્સે મોટો ખેલ પાડી દીધો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતર માત્ર 1 લાખ 18 હજાર 198 મતનું રહ્યું. પરંતુ આ મતોએ કોંગ્રેસની સીટો ઘટાડી દીધી અને ભાજપ 11 સીટો વધુ મેળવી ગયું. 


એટલે હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક મારી છે... લોકોએ નાયબ સૈનીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે... જ્યારે કોંગ્રેસને જાકારો આપ્યો છે...