નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ (Haryana Assembly Election Result 2019) : હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરીના ટ્રેન્ડમાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકર સાબિત થઇ છે અને તે 13 સીટો પર (સવારે 10.53 વાગ્યા સુધી) આગળ ચાલી રહી હતી. તો બીજી તરફ હાલ કોંગ્રેસ (Congress) 27 સીટો પર આગળ હતી. એવામાં રાજ્યમાં સરકાર બનાવવનું ગણિત તેજ થઇ ગયું છે અને કોંગ્રેસે જેજેપીનો સંપર્ક કર્યો છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસે સરકાર બનાવવા માટે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા  (Dushyant Chautala)નો સંપર્ક કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, આ પાર્ટી બનશે કિંગમેકર!


તો બીજી તરફ જેજેપીએ કોઇપણ નિર્ણય લેતાં પહેલાં આવતીકાલે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સૂત્રોના અનુસાર ત્રિશુંકુ વિધાનસભા થતાં જેજેપી આવતીકાલે ધારાસભ્યો સાથે મંત્રણા કરશે. જેજેપીએ દાવો કર્યો છે કે તે સરકાર બનાવશે. જોકે આવતીકાલે ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.