હરિયાણા ચૂંટણી LIVE: સાંજે 5.40 કલાક સુધી રાજ્યમાં 61.21 % મતદાન નોંધાયું
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019) માટ આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું.
નવી દિલ્હી/ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રોમાં પર લાંબી લાઈનો લાગી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પૂરી થાય તે માટે રાજ્યમા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે. ભાજપ રાજ્યમાં સતત બીજીવાર 75 પ્લસ સાથે સત્તામાં પાછી ફરવા માંગે છે જ્યારે કોંગ્રેસ અને જેજેપી સાથે તેનો કડક મુકાબલો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: તમામ અપડેટ્સ માટે કરો ક્લિક...
સાંજે 5.40 કલાક સુધી 61.21 ટકા મતદાન નોંધાયું છે. સવારથી ધીમું મતદાન ચાલ્યા પછી સાંજે મતદાનમાં વેગ જોવા મળ્યો હતો.
બપોરે 3 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન
ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. છેલ્લા કલાકોમાં મતદાન વધે તેવી આશા સેવાઈ રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં 33.74 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે અઢી વાગ્યા સુધીમાં 37.24 ટકા મતદાન નોંધાયું જ્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતની 6 પેટાચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન, તમામ અપડેટ્સ માટે કરો ક્લિક...
હરિયાણામાં આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (કરનાલ), પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ વિધાયક દળના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા કિલોઈ), રણદીપ સિંહ સુરજેવાલા (કૈથલ), કિરણ ચૌધરી (તોશામ) અને કુલદીપ બિશ્નોઈ (આદમપુર) તથા જેજેપીના દુષ્યંત ચૌટાલા (સોનીપતમાં બરોડા ), સંદીપ સિંહ (પેહોવા)નું ભાગ્ય દાવ પર લાગેલુ છે. જનતા તેમને ઈચ્છે છે કે નહીં તે આજે ખબર પડશે. ભાજપે ટિકટોક સ્ટાર સોનાલી ફોગટને આદમપુર સીટથી ભજનલાલનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતારી છે.
જુઓ LIVE TV