નવી દિલ્હીઃ હરિયાણામાં કોની સરકાર બનશે તેનો નિર્ણય આવતીકાલે આવી જશે... પરંતુ તે પહેલાં એક્ઝિટ પોલ્સના અનુમાનોએ કોંગ્રેસમાં જોશ હાઈ કરી દીધો છે... હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે તો કોણ મુખ્યમંત્રી બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે... હૂડ્ડા, શૈલજા, સૂરજેવાલા કે પછી કોઈ સરપ્રાઈઝ નામ સામે આવશે?... કોણ બની શકે છે હરિયાણાના સુકાની?...જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાની રાજનીતિનો કોણ બાજીગર બનશે તેનો નિર્ણય આવતીકાલે થનારી મતગણતરી બાદ સામે આવી જશે... પરંતુ વિવિધ ન્યૂઝ એજન્સીના એક્ઝિટ પોલ્સે કોંગ્રેસની સરકાર બનતી હોવાનું દર્શાવ્યું છે... પરંતુ તે પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદની દોડ તેજ થઈ ગઈ છે... 


કોંગ્રેસમાં કોણ મુખ્યમંત્રી પદના દાવેદારો હોઈ શકે છે તે પણ બતાવીશું... પરંતુ તે પહેલાં વિવિધ એક્ઝિટ પોલ્સમાં કોણ સારા મુખ્યમંત્રી બની શકે?... તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ. ઈન્ડિયા ટુડે અને સી વોટર્સના એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસમાંથી ભૂપિન્દર સિંહ હૂડ્ડાને 31 ટકા મત મળ્યા. દીપેન્દર સિંહ હૂડ્ડાને 9 ટકા મત મળ્યા કુમારી શૈલજાને 5 ટકા મત મળ્યા...


હરિયાણામાં ભૂપિન્દર હૂડ્ડાનું મોટું નામ છે... તેમાં કોઈ બેમત નથી કે પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હૂડ્ડાએ ચૂંટણી અભિયાનનું સંચાલન કર્યુ છે... મોટાભાગની ટિકિટ પણ તેમના કહેવાથી જ આપવામાં આવી હતી... જે રીતે પિતા-પુત્રની જોડીએ છેલ્લાં 5 વર્ષથી મહેનત કરી છે... તેને જોતાં સીએમ પદની રેસમાં હૂડ્ડા ફેમિલી જ જોવા મળી રહી છે... પરંતુ રાજનીતિ અનંત સંભાવનાઓનો ખેલ છે... પરંતુ દીપેન્દર હૂડ્ડાએ પોતે આ રેસમાં ન હોવાનું સ્પષ્ટ જણાવી દીધું છે... 


પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હૂડ્ડાને નજરઅંદાજ કરવા કોંગ્રેસ માટે મુશ્કેલ છે... તે ભલે અંતિમ નિર્ણય માટે હાઈકમાન્ડ પર ભાર મૂકતાં હોય પરંતુ હૂડ્ડાનું હરિયાણામાં શું કદ છે તે કોંગ્રેસ સારી રીતે જાણે છે...


હરિયાણા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે...
તેમનું નામ કોંગ્રેસના અસંતુષ્ટના ગ્રુપ 23માં હતું...
તેમણે 2005માં મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધો હતો...
10 વર્ષ સુધી હરિયાણામાં સારી રીતે સરકાર ચલાવી..
મેન પાવર, મસલ્સ પાવર અને મની પાવર માટે જાણીતા છે...


હરિયાણામાં CMની રેસમાં સાંસદ કુમારી શૈલજાનું પણ મોટું નામ છે... કેમ કે તે પણ વરિષ્ઠ નેતા અને 5 વખત સાંસદ રહી ચૂક્યા છે... હરિયાણાની ચૂંટણી સમયે પણ તે અનેકવાર મુખ્યમંત્રી તરીકે પોતાનું નામ સ્પષ્ટ રીતે નહીં પરંતુ બીજા શબ્દોમાં પ્રોજેક્ટ કરતાં રહ્યા છે... 


આ યાદીમાં રાજ્યસભાના સાંસદ રણદીપ સૂરજેવાલા અને હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાણ પણ છે... પરંતુ શું કોંગ્રેસ હાઈકમાન્ડ આ યાદીમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવશે કે પછી કોઈ સરપ્રાઈઝ નામ આવશે તે જોવું રહ્યું...