હરિયાણામાં કોંગ્રેસ જ નહીં ભાજપની અંદર પણ જૂથબાજીના સમાચાર આવતા રહે છે. ચૂંટણી પરિણામો બાદ પણ આ જૂથબાજી હાવી છે. ભાજપને સ્પષ્ટ બહુમત જરૂર મળ્યો છે પરંતુ પાર્ટીની અંદર જૂથબાજી અને શક્તિ પ્રદર્શનનો દોર હજુ અટક્યો નથી. હવે રાવ ઈન્દ્રજીત સિંહે પણ પોતાનો દાવ ખેલ્યો છે. એવા સમાચાર છે કે ભાજપના 9 વિધાયક શુક્રવારે ઈન્દ્રજીતના ઘરે પહોંચ્યા હતા. સીએમ પદ માટે તેઓ પણ પોતાની દાવેદારી મજબૂત કરવામાં લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાવ ઈન્દ્રજીતનું શક્તિ પ્રદર્શન
હરિયાણામાં ભાજપ તરફથી સીએમ પદની દાવેદારી  કરનારા અનેક ચહેરા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જ અનિલ વીજે કહ્યું હતું કે અંબાલાની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. નાયબસિંહ સૈની દિલ્હીમાં હાઈકમાન સાથે મુલાકાત કરી ચૂક્યા છે. બીજી બાજુ રાવ ઈન્દ્રજીત સિંહના ઘરે ભાજપના 9 વિધાયકો પહોંચી ચૂક્યા છે. હરિયાણાના ચૂંટણી પરિણામોમાં આવ ખતે સિંહનો પ્રભાવ ઝલકી રહ્યો છે અને હાઈ કમાન માટે તેમને નજરઅંદાજ કરવા સરળ નહીં રહે. 


અહીરવાલ બેલ્ટમાં તેમનો જાદુ
હરિયાણા વિધાનસભાની 90માંથી 48 સીટો પર ભાજપને જીત મળી છે અને આ બંપર બહુમત ન કહી શકાય. બીજી બાજુ રાવ ઈન્દ્રજીત સિંહ દક્ષિણ હરિયાણાના કદાવર નેતા છે અને તેમની અહીરવાલ બેલ્ટમાં પાર્ટીને 11માંથી 10 સીટો પર જીત મળી છે. આ 10માંથી ફક્ત બહાદુરગઢના ધારાસભ્ય રાવ ઈન્દ્રજીત સિંહના જૂથમાં નથી. સિંહની પુત્રી આરતી સિંહ પણ આ વખતે ચૂંટણી જીત્યા છે. આવામાં હાઈ કમાન માટે તેમને ઈગ્નોર કરવા મુશ્કેલ પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમની પાસે 9 વિધાયકોનું ખુલ્લુ સમર્થન છે. આથી તેઓ શક્તિપ્રદર્શન કરી રહ્યા છે.