કૈથલ: હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રેલીમાં કહ્યું કે, ચૂંટણીની ઘોષણ બાદ કૈથલમાં પ્રચાર કરવા આવ્યો છું. સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ વખતે 75 પાર કરી ભાજપની સરકાર બનશે. ચૂંટણી શરૂ થઇ છે પરંતુ વિપક્ષને કોઇ દિશા સમજાતી નથી. તેમણે કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઇકાલે ફ્રાન્સમાં રાફેલની શસ્ત્ર પૂજા કરી હતી. કોંગ્રેસને આ વાત પસંદ આવી નથી. શું વિજયાદશમીના અવસર પર શસ્ત્ર પૂજા નથી કરવામાં આવતી? તેમણે રાત્રે સૂઈ જતા સમયે વિચારવું જોઇએ કે કોનો વિરોધ કરવો જોઇએ અને કોનો નહીં? રાફેલ વિભાનને વાયુસેનામાં સામેલ કરવા પર પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મોદી સરકારનો મોટો નિર્ણય: PoKમાંથી કાશ્મીર આવેલા પરિવારને મળશે આટલા લાખ


તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 3 પેઢીઓ જતી રહી પરંતુ હિમ્મત ના થઇ કે કલમ 370 ને હટાવી શકે. આ કામ રાજકીય નહોતું. દેશની સુરક્ષાનું કામ હતું. સમગ્ર દેશને એક સુરમાં લાવવાની જરૂરીયાત હતી પરંતુ દુર્ભાગ્યની વાત છે કે, કોંગ્રેસના નેતાઓએ તેને હટાવવાનો વિરોધ કર્યો. રાહુલ ગાંધીને સ્પષ્ટ કરવું જોઇએ કે કલમ 370ને હટાવવી જોઇએ કે નહીં? 70 વર્ષથી દેશના દરેક નાગરિકના મનમાં એક પીડા હતી કે, જમ્મુ કાશ્મીર દેશની સાથે સંપૂર્ણ જોડાયેલું ન હતું. 5 ઓગસ્ટના વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ કલમ 370ને ઉખાડીને ફેંકી દીધી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...