મોદી સરકારનો મોટો નિર્ણય: PoKમાંથી કાશ્મીર આવેલા પરિવારને મળશે આટલા લાખ

દિવાળીથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતા તેમનું મોંઘવારી ભથ્થું વધારવાની સાથે જ મોદી સરકારે વિસ્થાપિત કાશ્મીરી પરિવાર, જે PoKથી કાશ્મીર આવ્યા હતા અને ત્યારબાદ જે કાશ્મીર ક્ષેત્રની બહાર સ્થાયી થયા હતા

મોદી સરકારનો મોટો નિર્ણય: PoKમાંથી કાશ્મીર આવેલા પરિવારને મળશે આટલા લાખ

નવી દિલ્હી: દિવાળીથી (Diwali 2019) પહેલા કેન્દ્રીય કર્મચારીઓ (Central Govt Employees)ને મોટી ભેટ આપતા તેમનું મોંઘવારી ભથ્થુ  (Dearness Allowance) વધારવાની સાથે જ મોદી સરકારે (Modi Govt) વિસ્થાપિત કાશ્મીરી પરિવાર, જે PoKથી કાશ્મીર (Kashmir) આવ્યા હતા અને ત્યારબાદ જે કાશ્મીર ક્ષેત્રની બહાર સ્થાયી થયા હતા તેમને પણ મોટી ભેટ આપી છે. સરકારે આવા દરેક પરિવારને સાડા 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 5300 પરિવારોને તેનો લાભ મળશે.

આ વિસ્થાપિત કાશ્મીરી પરિવાર કાશ્મીરથી બહાર સ્થાયી થયા છે. ભારત-પાકિસ્તાનનું વિભાજન બાદથી 5300 પરિવાર પાક અધિકૃત કાશ્મીર (PoK)માંથી ભારત આવ્યા હતા અને કાશ્મીરથી બહાર સ્થાયી થયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં વિસ્થાપિત કાશ્મીરી પરિવારો માટે પુનર્વાસ પેકેજની જાહેરાત કરી હતી. તેનો ફાયદો હવે આ પરિવારોને પણ મળશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news