જો અમારી સરકાર આવશે તો તમામ ખેડૂતોને તદ્દન મફત વિજળી મળશે !
હરિયાણા વિધાનસભામાં વિપક્ષનાં નેતા અને ઇન્ડિયન નેશનલ લોકદળના વરિષ્ઠ નેતા અભય સિંહ ચૌટાલાએ પિલ્લૂખેડાના માર્કેટિંગ યાર્ડની જન અધિકાર યાત્રા રેલીને સંબોધિત કરતા આ વાત કરી
જીંદ : હરિયાણા વિધાનસભામાં વિપક્ષનાં નેતા અને ઇન્ડિયન નેશનલ લોકદળ (ઇનેલો)ના વરિષ્ઠ નેતા અભય સિંહ ચૌટાલાએ ગુરૂવારે કહ્યું કે, રાજ્યમાં ઇનેલો-બસપાની સરકાર આવવા અંગે ખેડૂતોને મફત વિજલી આપવામાં આવશે. ચોટાલાએ પિલ્લૂખેડાની અનાજનાં માર્કેટિંગ યાર્ડમાં જન અધિકાર યાત્રા રેલીને સંબોધિત કરતા કહ્યું કે, ઇનેલો અને બસપા મહાગઠબંધનની સરકાર રાજ્યમાં આવે તો ખેડૂતોને મફત વિજળી આપવામાં આવશે અને બેરોજગારોને 15 હજાર રૂપિયાનું માસિક ભથ્થુ આપવામાં આવશે.
UP: ભાજપનાં MLCનો દાવો હનુમાનજી મુસ્લિમ હતા, આપ્યો વિચિત્ર તર્ક...
ઇનેલોએ કહ્યું કે, સતલુજ યમુના લિંક નહેરનાં પાણી પર હરિયાણાનાં ખેડૂતોનો હક છે. જ્યારે આ નહેરનું પાણી હરિયાણાને નથી મળે ત્યાં સુધી ઇનેલો-બસપાનું આંદોલન યથાવત્ત ચાલુ રહેશે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ખેડૂતોને વચન આપ્યું હતું કે, જો સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું 10 દિવસની અંદર માફ કરી દેવામાં આવશે. આ વચન ચૂંટણીમાં મોટુ ગેમ ચેન્જર સાબિત થયું અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસને જીત પ્રાપ્ત થઇ છે. ત્યાર બાદ કોંગ્રેસે ત્રણેય રાજ્યોમાં ખેડૂતોનું દેવું તુરંત જ માફ કરી દીધું.
બુલંદ શહેરમાં 2 લોકોનાં મોતની ચિંતા, 21 ગાયો કપાઇ તેની કોઇને ચિંતા નથી: MLA...
બીજી તરફ ત્યાર બાદ અસમ સરકારે 600 કરોડ રૂપિયાની ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે રાજ્યોમાં 8 લાખ ખેડૂતોને લાભ થશે. અસમ સરકારનાં પ્રવક્તા અને સંસદીય મુદ્દાનાં મંત્રી ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યું હતું કે, યોજના હેઠળ સરકાર ખેડૂતોનાં 25 ટકા સુધીનું દેવું માફ કરશે. જેની મહત્તમ સીમા 25 હજાર રૂપિયા છે. આ માફીમાં તમામ પ્રકારનાં ખેડૂતનાં દેવાનો સમાવેશ થાય છે. જો કે ત્યાર બાદ પ્રદેશના નાણામંત્રી હિમંત બિસ્વ સરમાએ બુધવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ અસ્થાઇ રાહ છે અને રાજ્ય ચાર લાખ ખેડૂતોને તેનો લાભ મળશે.
અફઘાનિસ્તાનમાંથી પણ અમેરિકન સૈન્ય પરત બોલાવાશે, ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય...