ભિવાની: દેશમાં પરાલીથી ફેલાઈ રહેલા પ્રદૂષણના જોખમને રોકવા માટે ચરખી દાદરીના ગામ ધિકાડાની પંચાયતે ખાસ પહેલ કરી છે. ગામની પંચાયત પરાલી ન બાળી મૂકનારા અને પર્યાવરણના સંરક્ષણ માટે પંચાયતનો સાથ આપનારા ખેડૂતોને હવાઈ મુસાફરી કરાવશે. આ માટે પંચાયત દ્વારા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળીને પર્યાવરણ સંરક્ષ અને પરાલી ન બાળવા માટે અભિયાન ચલાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરાલી નહીં બાળનારા માટે પંચાયત અને કૃષિ અધિકારીઓ દ્વારા ખેડૂતોને શપથ લેવડાવવામાં આવ્યાં. આ સાથે જ એવો નિર્ણય લેવામાં આવ્યો કે અભિયાનને સફળ બનાવનારા ખેડૂતોને સરકાર તથા વિભાગના ટોચના અધિકારીઓ દ્વારા ખાસ સન્માનિત પણ કરવામાં આવશે. 


લોહપુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતી, 'રન ફોર યુનિટી'માં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે લોકો


સરપંચ સોમેશે જણાવ્યું કે પંચાયત દ્વારા સ્વચ્છતાને લઈને પણ વર્ષ 2016 તથા 2017માં અભિયાન શરૂ કરાયું હતું. અભિયાનમાં સહયોગ કરનારી મહિલાઓ, વડીલો અને યુવાઓને દિલ્હીના મુઘલ ગાર્ડન, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, અક્ષરધામ અને ઈન્ડિયા ગેટનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. આ જ પ્રકારે સ્વચ્છતાને લઈને ખુબ સારું કામ કરારા 250 ગ્રામીણોને અગ્રોહા ધામ અને ભિવાનીના ગુપ્તચર વિભાગ કાર્યાલયનું ભ્રમણ કરાવવામાં આવ્યું. 


સરપંચ સોમેશે કહ્યું કે પંચાયતની શામલાત ભૂમિથી કબ્જો હટાવવામાં સહયોગ કરનારા ગ્રામણીને મુંબઈનો હવાઈ પ્રવાસ કરાવવામાં આવશે. ગામમાં જે ગ્રામીણ પોતે ગેરકાયદેસર દબાણ દૂર કરશે તેમને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાર્યમાં તેઓ પોતાના નાના ભાઈની પણ મદદ લેશે. જે હાલના સમયમાં પ્રખ્યાત ટીવી સિરિયલમાં કામ કરી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...