રોહતક : આંતરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે દેશનાં ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે હરિયાણાનાં રોહતકમાં યોગ કર્યો. તેમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા. જો કે યોગ કાર્યક્રમ ખતમ થતાની સાથે જ એક વિચિત્ર સ્થિતી જોવા મળી. અમિત શાહ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનાં જતાની સાથે જ કાર્યક્રમ સ્થળ પર યોગની ચટાઇ માટે લુંટ મચી ગઇ હતી. લોકો વીઆઇપી અને સાધારણ મેટ લેવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રોહતકમાં યોગ કર્યા. કાર્યક્રમ પુર્ણ થતાની સાથે જ મેદાનમાં બિછાવેલી મેટ ઉઠાવીને લોકોએ ચાલતી પકડી હતી. લોકોની વચ્ચે લડાઇ ઝગડાની નોબત આવી ગઇ હતી. 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે જ્યાં સમગ્ર દેશ યોગ કરી રહ્યો હતો. બીજી તરફ રોહતકમાં રાજ્ય સ્તરીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. 


રાહુલ ગાંધીએ યોગની સાથે સાથે સેનાનો પણ ઉડાવ્યો મજાક, ટ્વીટર પર લોકો ધુંવાપુંવા
બિહારમાં તેજસ્વી યાદવ ગુમ હોવાનાં પોસ્ટર લાગ્યા, શોધી આપનારને 5100 નું ઇનામ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સહિત તમામ મોટા નેતાઓની સાથે લગભગ 21 હજાર લોકોએ યોગ કર્યા. જેવું કે યોગનો કાર્યક્રમ ખતમ થયો તો લોકોમાં મેટ મુદ્દે મારામારી થવા લાગી હતી. લોકોએ અહીં બિછાવવામાં આવેલી મેટ માટે લુંટ થવા લાગી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ હતી.