નવી દિલ્હીઃ હરિયાણામાં 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે... જ્યાં જાતિગત સમીકરણ અને પાર્ટીનો આંતરિક કલહ કેન્દ્રમાં છે... હરિયાણામાં બહુકોણીય મુકાબલો હોવાના કારણે ભાજપને આશા છે કે તે ફરીવાર જીતની હેટ્રિક લગાવશે... જોકે રાજકીય માહોલ કોંગ્રેસની તરફેણમાં છે... ત્યારે હરિયાણામાં કઈ હોટ સીટ પર જામશે કાંટે કી ટક્કર?... કયા દિગ્ગજોનું રાજકીય ભવિષ્ય EVMમાં સીલ થશે?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ સવાલનો જવાબ આપવા માટે મતદારો 5 ઓક્ટોબરે લોકશાહીના પર્વની ઉજવણી કરશે... મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટીએ અંતિમ ઘડી સુધી પ્રચાર કર્યો... પરંતુ હવે મતદારોના હાથમાં છેકે તે કયા પક્ષને 5 વર્ષ સુધી રાજયની કમાન સોંપશે...


હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક આવેલી છે... જેમાં કેટલીક હોટ સીટ પર કાંટે કી ટક્કર જામશે તે નક્કી છે.


એલનાબાદ બેઠક પર INLDના અભય ચૌટાલાનો મુકાબલો કોંગ્રેસના ભરતસિંહ બેનીવાલ વચ્ચે છે... 


અંબાલા બેઠક પર ભાજપના અનિલ વિજની ટક્કર કોંગ્રેસના પરમિંદર સિંહ પરી સાથે છે....


રાનિયા બેઠક પર INLDના અર્જુન ચૌટાલાની ટક્કર કોંગ્રેસના સર્વ મિત્ર કંબોજ વચ્ચે છે...


લાડવા બેઠક પર ભાજપના નાયબ સિંહ સૈનીનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર મેવા સિંહ સાથે છે....


ઉચાના કલાં બેઠક પરથી JJPના દુષ્યંત ચૌટાલાની ટક્કર કોંગ્રેસના નેતા બૃજેન્દ્ર સિંહ વચ્ચે છે...


તોશામ બેઠક પરથી કોંગ્રેસના અનિરુદ્ધ ચૌધરીનો મુકાબલો ભાજપના શ્રુતિ ચૌધરી સાથે છે....


ગઢી સાંપલા કિલોઈ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાનો મુકાબલો ભાજપના મંજુ હુડ્ડા સાથે છે...


જુલાના બેઠક પર કોંગ્રેસની ઉમેદવાર વિનેશ ફોગાટની ટક્કર JJPના અમરસિંહ ઢાંડા સાથે છે....


હરિયાણાના મુખ્યમંત્રી અને લાડવા બેઠકના ભાજપના ઉમેદવાર નાયબ સિંહ સૈનીએ મતદાન પહેલાં પંચકુલામાં માનસા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી... જયાં માતાજી પાસે પોતાની અને પાર્ટીની ભવ્ય જીત થાય તેવા આશીર્વાદ લીધા....


નાયબ સિંહ સૈનીએ મતદાન અને મતગણતરી પહેલાં જ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કરી દીધો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. આ તરફ કોંગ્રેસના સાંસદ દીપેન્દર હૂડ્ડાએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી... સાથે જ પ્રચંડ જીત થશે તેવો દાવો પણ કરી દીધો....


મતદાન બાદ 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે... ત્યારે એ જોવાનું રહેશે કે કુરુક્ષેણના દંગલમાં કોણ બાજી મારે છે?