લખનઉ: હાથરસ ઘટના (Hathras Case) બાદ યુપી (Uttar Pradesh) માં સાંપ્રદાયિક તોફાનો કરાવવાના ષડયંત્ર મામલે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સી ડાઈરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ એક કરોડની રોકડ રકમ સાથે લખનઉથી એક મોટા ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિ હવાલા કારોબારી હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથરસ કેસ: આરોપીઓએ SPને લખ્યો પત્ર, ખોટા કેસમાં ફસાવ્યા હોવાની આપી દલીલ


સૂત્રોના જણાવ્યાં મુજબ મ્યાંમારથી સોનાની તસ્કરીના આરોપમાં વારાણસીથી દબોચાયેલા 2 લોકોની પૂછપરછમાં લખનઉના ટ્રાવેલ એજન્ટનું ઈનપુટ મળ્યું હતું. ત્યારબાદ DRIએ મોડી રાતે લખનઉના ખુર્રમનગર વિસ્તારથી ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી. તેની પાસેથી એક કરોડ રૂપિયાની કેશ અને લાખો રૂપિયાની વિદેશ મુદ્રા મળી હોવાનું કહેવાય છે. હવે ડીઆરઆઈ તેના હાથરસ કનેક્શન અને સોનાની તસ્કરી મામલે પૂછપરછ કરી રહી છે. 


CM યોગી આદિત્યનાથે વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- હાથરસ પર ષડયંત્ર સફળ નહીં થાય


આ બાજુ હાથરસ મામલે જેલમાં બંધ આરોપીઓએ પોલીસ સુપ્રીટેન્ડેન્ટને પત્ર લખીને નિષ્પક્ષ તપાસ અને ન્યાય અપાવવાની માગણી કરી છે. પત્રમાં મુખ્ય આરોપીએ છોકરી સાથે મિત્રતા હોવાની વાત કબૂલી છે અને કહ્યું કે પરિવારને અમારી અને તેની મિત્રતા પસંદ નહતી. આ મુદ્દે તેના ઘરમાં મારપીટ થઈ. આરોપીઓએ કહ્યું કે તેમને ફસાવવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. જેથી કરીને ન્યાય મળે. 


PM મોદીએ ટ્વીટ કરીને કોરોના સામે 'જન આંદોલન'ની કરી શરૂઆત, 3 નિયમની યાદ અપાવી


હાથરસ મામલે અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયતના રાષ્ટ્રીય મહાસચિવ સુરેન્દ્રકુમારે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે દાવો કર્યો કે આ અરજી દાખલ કરવા માટે તેમને પીડિતાની માતા, બે ભાઈ અને પિતાએ અધિકૃત કર્યા છે. તેમણે અરજીમાં આરોપ લગાવ્યો છે કે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ જિલ્લા પ્રશાસને પીડિતના પરિવારને ઘરમાં ગેરકાયદેસર રીતે નજરકેદ કર્યો અને તેમને કોઈને પણ મળવા દીધા નહીં. ત્યારબાદ પાછળથી કેટલાક લોકોને મળવા દીધા. પરંતુ હવે ફરીથી મળવા કે વાત કરવા દેવામાં આવતી નથી. 


હાથરસ કેસઃ ગામ છોડવા ઈચ્છે છે પીડિતાનો પરિવાર, કહ્યું- અમને ધમકી મળે છે


શાસન તરફથી હાથરસ મામલે નોડલ અધિકારી બનાવવામાં આવેલા ડીઆઈજી શલભ માથુર બુધવારે રાતે પીડિત પરિવારના ગામ પહોંચ્યા અને તેમની સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમણે પીડિત પરિવાર સાથે વાતચીત કરીને હાલચાલ જાણ્યા. તેમણે કહ્યું કે તેઓ આ વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે અને પીડિત પરિવારની સુરક્ષા આ રીતે જ ચકાસણી કરતા રહેશે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube