હાથરસઃ હાથરસ કેસની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે, પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીતનો સિલસિલો પાછલા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો હતો. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વખત ફોન પર વાતચીત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથરસ કેસમાં આ ખુલાસો યૂપી પોલીસની તપાસમાં થયો છે. પોલીસે આરોપી અને પીડિત પરિવારના કોલ રેકોર્ડની તપાસ કરી તો સામે આવ્યું કે, વાતચીતનો આ સિલસિલો પાછલા વર્ષે 13 ઓક્ટોબરે શરૂ થયો હતો. મોટાભાગના કોલ ચંદપા ક્ષેત્રમાંથી થયા છે, જે પીડિતાના ગામથી માત્ર 2 કિમી દૂર છે. 


તેમાંથી 62 કોલ તે છે જે પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા તો 42 કોલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા છે. યૂપી પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે પીડિત પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે નિયમિત સમયે વાત થઈ હતી. આરોપી સંદીપને કોલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવ્યા હતા. 


નવા નિયમો સાથે કરવી પડશે દશેરા-દીવાળીની ઉજવણી, જાણી લો સરકારની નવી ગાઇડલાઇન  


આ વચ્ચે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ પણ અંતિમ તબક્કામાં છે. એસઆઈટી પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચન્દ્ર પ્રકાશ અને એસપી પૂનમ કેસની તપાસ કરી રહ્યાં છે. 


મહત્વનું છે કે પાછલા સપ્તાહે તપાસ શરૂ થઈ અને સાત દિવસમાં રેપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમ ચંદપાના તે ગામ પણ પહોંચી હતી, જ્યાં પીડિતા રહેતી હતી. એસઆઈટીએ પીડિતાના પરિવારજનોનું પણ નિવેદન લીધું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube