રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત 5 લોકો જશે હાથરસ, વહીવટી તંત્રએ આપી મંજૂરી
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે કુલ 5 લોકોને શરતોની સાથે તંત્રએ હાથરસ જવાની મંજૂરી આપી છે. આ શરતોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે.
હાથરસઃ હાથરસ કાંડ પર રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. દિલ્હીથી હાથરસ જવા માટે રાહુલ ગાંધી લશ્કર સાથે નિકળ્યા છે. ડીએનડી પહોંચેલા રાહુલની કાર ખુદ બહેન પ્રિયંકા ગાંધી ચલાવી રહી હતી. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સાથે કુલ 5 લોકોને તંત્રએ હાથરસ જવાની મંજૂરી આપી છે.
તંત્રએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને તે શરત પર હાથરસ જવા અને પીડિતાના પરિવારને મળવાની મંજૂરી કેટલીક શરતો સાથે આપી છે, જેમાં માસ્ક લગાવવું અને કોરોના સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે. તંત્રની મંજૂરી મળ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા હાથરસ પહોંચશે.
હાથરસ કાંડઃ પીડિત પરિવારને મળ્યા DGP અને અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થી
ઉલ્લેખનીય છે કે, હાથરસ જિલ્લામાં દલિત યુવતીની હત્યા બાદ અનેક નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત કરી છે. તો કોંગ્રેસે આ ઘટનામાં રાજનીતિ શોધી છે. આજે તેઓ પીડિતાના પરિવારને મળવા માટે પહોંચી રહ્યાં છે. 1 ઓક્ટોબરના રોજ પીડિત પરિવારની મુલાકાત કરવા નીકળેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ પર રોક્યા હતા. જેના બાદ તેઓ આજે ફરીથી પીડિત પરિવારને મળવાનો પ્રયાસ કરશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube